શ્રીમતી પાર્વતીબેનને શ્રદ્ધાંજલિ આપતા લોર્ડ જીતેશ ગઢીયાએ જણાવ્યું હતું કે ‘’સોલંકી પરિવાર સાથે મેં 30 વર્ષ કરતાં વધુ લાંબા અંગત જોડાણનો આનંદ માણ્યો છે. પાર્વતીબેનની બહુવિધ મોરચે ભજવેલી ભૂમિકા અને એક પ્રતિબદ્ધ પત્ની તરીકે પતિ રમણીકલાલભાઈ સાથે ખભે ખભા મિલાવીને ઉભી રહેલા મેં જોયાં છે. યુકેમાં પ્રથમ ગુજરાતી ભાષાના પ્રકાશનને લોન્ચ કરવામાં તેઓ ભાગીદાર રહ્યાં હતાં જે આજે અગ્રણી એશિયન મીડિયા ગ્રુપ બન્યું છે. તેઓ કલ્પેશ, સાધનાબેન, સ્વ. સ્મિતા અને શૈલેષ માટે એક સમર્પિત માતા હતા અને શિષ્ટાચાર, નમ્રતા અને સખત મહેનતના મૂલ્યો સાથે તેમણે પોતાના બાળકોને ઉછેર્યા હતા. પછીના જીવનમાં તેમણે ગૌરવપૂર્ણ અને પ્રેમાળ દાદી તરીકે તેમના પ્રેમ અને ડહાપણને આગામી પેઢી સાથે શેર કર્યા હતા.’’

‘’પાર્વતીબેન અને રમણીકલાલભાઈ બ્રિટિશ એશિયન સમુદાયના પ્રથમ ‘પાવર કપલ્સ’માંના એક હતા. તેમણે સાચા અગ્રણી તરીકે આપણી ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી ભાષાના પ્રચાર અને જતન દ્વારા ઉમદા સેવા કરી હતી. તેઓ એવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે કે જેના માટે આપણે બધા ઋણી છીએ.’’

‘’હું આશા રાખું છું કે પાર્વતીબેન અને રમણીકલાલભાઈની પ્રેરણા અને આશીર્વાદ સોલંકી પરિવારને માર્ગદર્શન આપતા રહેશે અને શક્તિશાળી વારસાને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરશે.’’

LEAVE A REPLY