એક મહિના કરતાં વધુ સમયથી બ્રિટિશ રાજકારણ પર પ્રભુત્વ ધરાવતા “પાર્ટીગેટ” કૌભાંડો અંગે વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રે આવતા અઠવાડિયે તેમની તપાસનો અહેવાલ આપશે તેવી અપેક્ષા છે. વડા પ્રધાન જૉન્સન આ અંગે વારંવાર માફી માંગી ચૂક્યા છે.
કન્ઝર્વેટિવ પક્ષના લો મેકર્સે કહ્યું હતું જૉન્સનને પદભ્રષ્ટ કરવા માટે પગલાં લેશે કે કેમ તે નક્કી કરતા પહેલા તેઓ સ્યુ ગ્રેના તારણોની રાહ જોશે. ગ્રે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે જૉન્સનના ખાનગી એપાર્ટમેન્ટમાં કોઈ નિયમ ભંગ કરતી પાર્ટીઓ યોજવામાં આવી હતી કે કેમ તેની પણ તપાસ કરી રહ્યા છે.