મુંબઈના દરિયામાં ક્રૂઝ શિપમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના દરોડા બાદ રવિવારે બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનના 23 વર્ષના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરાઈ હતી. આ પાર્ટીમાં હાઇ પ્રોફાઇલ લોકો હતા અને તેમાં ડ્રગ્સનો વ્યાપક ઉપયોગ થયો હોવાનો આરોપ છે. આ રેડમાં 13 ગ્રામ કોકેઇન, 21 ગ્રામ ચરસ, એમડીએમએની 22 ગોળીઓ અને 4 ગ્રામ એમડીનો જથ્થો મળ્યો હતો, એમ એનબીસીએ જણાવ્યું હતું.
શાહરૂખના પુત્રને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે સોમવાર સુધી કસ્ટડીને મંજૂર કરી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની રવિવારે ધરપકડ કરી હતી. NCBએ ક્રૂઝ શિપ પર રેડ કરતા પાર્ટીમાંથી ગેરકાયદે ડ્રગ્સ જપ્ત કરાયું હતું અને ઘણાં લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરાઈ હતી. રવિવારે એનસીબીએ આર્યન ખાન સહિત 3 લોકોની ધરપકડ કરી છે. જેમાં શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન સિવાય અરબાઝ મર્ચન્ટ અને મૉડેલ મુનમુન ધામેચા સામેલ છે. રિપોર્ટ મુજબ, આર્યન ખાનની ડ્રગ્સના સેવનના મામલે ધરપકડ કરવામાં આવી છે.
શનિવાર સાંજની ક્રૂઝ પર રેવ પાર્ટી. થઈ હતી, આ પાર્ટી ‘કૉર્ડેલિયા ધ ઈમ્પ્રેસ’ ક્રૂઝ પર ચાલી રહી હતી. NCBએ રેડ કરી ત્યારે આ પાર્ટીમાં 600 લોકો સામેલ હતા. NCBએ કયા આઠ લોકોની અટકાયત કરી, તેનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં મુનમુન ધમેચા, નુપૂર સારિકા, ઈસ્મિત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત ચોકેર, ગોમિત ચોપરા, આર્યન ખાન, અરબાઝ શેઠ મર્ચન્ટનો સમાવેશ થાય છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના સૂત્રોએ જણાવ્યું કે, ક્રૂઝ પર ડ્રગ્સ છૂપાવીને લઈ જવામાં આવ્યું હતું. આ ડ્રગ્સને અંડરવેરથી લઈને લેડિઝ પર્સની પટ્ટી તથા કોલરમાં છૂપાવીને લઈ જવામાં આવ્યું હતું.