ભારતના કોરોનાવાયરસ રોગચાળાના બીજી તરંગ સામે લડતાં, અગ્રણી ભારતીય આધ્યાત્મિક નેતા અને પવિત્ર તિર્થધામ ઋષિકેશ સ્થિત પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ પ.પૂ. સ્વામી ચિદાનંદ સરસ્વતીજી સ્વામીજીએ ઉત્તરાખંડ, ઉત્તર ભારતના કોવિડ-19ના દર્દીઓ માટે સહાય પૂરી પાડવા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. જેમાં સ્વામીજીના નેતૃત્વ હેઠળ, પરમાર્થ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા યોગા કેન્દ્ર અને યોગા હોલ ઉપરાંત ઋષિકેશમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે.
આ સેન્ટરને સંપૂર્ણ રીતે સજ્જ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ / સિલિન્ડર અને આવશ્યક તબીબી પુરવઠાથી સજ્જ કરાયું છે, જેથી બીમાર અને જરૂરીયાતમંદોને મદદ મળી શકે. છેવાડે આવેલા પહાડી અને આંતરિયાળ વિસ્તારોમાં ‘ડોર ટુ ડોર’ સેવાઓ પૂરી પાડવા અને જરૂર પડે દર્દીઓને હોસ્પિટલોમાં લઈ જવા અને ઓક્સિજન આપવા માટે બે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી પ્રોફેશનલ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ પરમાર્થ ચેરીટેબલ હોસ્પિટલનો ઉપયોગ આ પહેલાથી ટેસ્ટીંગ અને રસીકરણ માટે કરવામાં આવી રહ્યો છે. દવાઓની અછતને પહોંચી વળવા આ પ્રદેશની હોસ્પિટલોમાં વિના મૂલ્યે મેડિકલ કીટ આપવામાં આવી છે. લોકડાઉન દરમિયાન જરૂરી લોકોને નિ:શુલ્ક ભોજન અને આશ્રયની સુવિધા પણ આપવામાં આવી છે.
અછત ભોગવતી સ્થાનિક સરકારી હોસ્પિટલો અને તબીબી કેન્દ્રોને જરૂરી ઓક્સિજન સુવિધા આપવા માટે 150 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે. દવાઓની અછતને પહોંચી વળવા માટે આ પ્રદેશની હોસ્પિટલોને વિના મૂલ્યે મેડિકલ કીટ પણ આપવામાં આવી છે. પરમાર્થના ઋષિકુમારો દ્વારા દરરોજ યજ્ઞ ઉપચાર, વૈદિક જાપ, પ્રાર્થના અને ધ્યાન પણ કરવામાં આવે છે. જે લોકોએ તેમના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે જેથી તેમના કુટુંબોને સાંત્વના મળે અને કદી ભરપાઇ ન થઇ શકે તેવી સ્વજનની ખોટમાંથી બહાર આવવા માટે મદદ મળે.
સંસ્થા ખાતે પ્રેરણાદાયી વાતો, ઑનલાઇન ધ્યાન, સત્સંગ, આંતરરાષ્ટ્રીય પ્રાર્થનાઓ અને યોગ વર્ગો પણ સંસ્થામાં ચલાવવામાં આવે છે. પ.પૂ. સ્વામી ચિદાનંદ સરસ્વતીજીના માર્ગદર્શન હેઠળ, ઇન્ડિયા હેરિટેજ રિસર્ચ ફાઉન્ડેશન, ડિવાઈન શક્તિ ફાઉન્ડેશન અને ગ્લોબલ ઇન્ટરફેથ વોશ એલાયન્સ પણ ઘણા લોકો માટે આશાના દીપક તરીકે આગળ આવ્યા છે.
પ્રેરણાદાયી વાર્તાલાપ, ઑનલાઇન મેડિટેશન, સત્સંગ, શેરિંગ સર્કલ્સ, ઇન્ટરફેઇથ પ્રાર્થના અને યોગ વર્ગો વૈશ્વિક સ્તરે યોજવામાં આવી રહ્યા છે જેથી લોકો પોતાના ઘરે રહીને આરામ અને સલામતીથી સ્વસ્થ રહી શકે.
કૃપા કરીને આ કપરા સમય દરમિયાન આપનું યોગદાન અને સેવા આપવા આગળ આવો અને સાથે મળીને ભારતને સલામત અને સ્વસ્થ રહેવા માટે મદદ કરો. આપ પણ જો દાન આપવા માંગતા હો તો વેબસાઇટ https://www.amg.biz/donations/IHRF/ ની મુલાકાત લઇને દાન આપી શકશો.