Akshata Murthy earns Rs.68 crore from Infosys dividend
પત્ની અક્ષતા મૂર્તિની ચાઇલ્ડકેર ફર્મને તાજેતરમાં બહાર પડાયેલી બજેટ નીતિને પગલે બિઝનેસ ઇન્ટરેસ્ટ અને લાભ મળી શકે તેવા આક્ષેપો સાથે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સામે સંસદીય ઘોષણા અને પારદર્શિતા નિયમોના સંભવિત ભંગ અંગે વોચડોગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વિરોધ પક્ષોએ જણાવ્યું હતું કે વિવાદો નંબર 10 પર પાછા ફર્યા છે. જો કે ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે મંત્રીના હિતોને “પારદર્શક રીતે જાહેર કરવામાં આવ્યા હતા”.
સુનક સામે શરૂ થયેલી આ ત્રીજી યોગ્ય તપાસ છે. આ અગાઉ પોલીસ દ્વારા કોવિડ નિયમોના ભંગ બદલ અને કારની પાછળની સીટ પર બેસતી વખતે સીટબેલ્ટ ન પહેરવા બદલ તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.
સુનકે ‘આચારસંહિતા’ હેઠળ કોઈ નિયમ તોડ્યો છે કે કેમ તેના પુરાવા જોવા હાઉસ ઓફ કોમન્સના યુકેના સંસદીય કમિશનર ફોર સ્ટાન્ડર્ડ્સ ડેનિયલ ગ્રીનબર્ગ દ્વારા આચાર નિયમોના ફકરા 6 હેઠળ ગયા ગુરુવારે તપાસ શરૂ કરાઇ હતી. ફકરો 6 જણાવે છે કે, “સભ્યોએ ગૃહ અથવા તેની સમિતિઓની કોઈપણ કાર્યવાહીમાં, અને મંત્રીઓ, સભ્યો, જાહેર અધિકારીઓ અથવા જાહેર હોદ્દેદારો સાથેના કોઈપણ સંચારમાં કોઈપણ સંબંધિત રસ જાહેર કરવામાં હંમેશા ખુલ્લા અને નિખાલસ હોવા જોઈએ.”
વિપક્ષે ગયા મહિને આ હકીકતને ઉપાડીને હાઉસ ઓફ કોમન્સ સમિતિના અધ્યક્ષોની બનેલી લાયેઝન કમિટીની સુનાવણીમાં વધુ ખુલાસો માંગ્યો હતો. 28 માર્ચે યોજાયેલી સુનાવણીમાં લેબર સાંસદ કેથરીન મેકકિનેલે સુનકને પૂછ્યું હતું કે શું તેમને નવી ચાઇલ્ડ કેર પોલીસી સંબંધમાં કશું જાહેર કરવામાં કોઈ રસ છે? ત્યારે સુનકે જવાબ આપ્યો હતો કે “ના, મારા તમામ ખુલાસાઓ સામાન્ય રીતે જાહેર કરવામાં આવેલ છે.” તે પછી સુનક તરફથી સમિતિને એક પત્રમાં કહેવાયું હતું કે તેમને વડા પ્રધાન તરીકે તેમની ક્ષમતામાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જ્યારે રજીસ્ટર ઓફ ઇન્ટરેસ્ટ મિનિસ્ટર્સ માટે છે, અને કોરુ કિડ્સમાં તેમની રુચિ “યોગ્ય રીતે જાહેર” કરવામાં આવી હતી.
લોકોને ચાઇલ્ડ માઇન્ડર બનવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગયા મહિને બજેટમાં જાહેર કરાયેલ નવી પાયલોટ યોજનાથી કોરુ કિડ્સ લિમિટેડમાં હિસ્સો ધરાવતા અક્ષતાને ફાયદો થાય તેમ છે. ઇન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ, કોરુ કિડ્સમાં શેરહોલ્ડર તરીકે યુકેના કંપની હાઉસ રજિસ્ટરમાં નોંધાયેલ છે. કોરુ કિડ્સ છ ખાનગી ચાઇલ્ડ કેર પ્રોવાઇડર્સમાંની એક છે જે લોકોને ચાઇલ્ડ માઇન્ડર બનવા માટે પ્રોત્સાહિત કરે છે અને બજેટમાં પ્રસ્તાવિત પાયલોટ સ્કીમનો લાભ લેવા માટે તૈયાર કરે છે.
ડાઉનિંગ સ્ટ્રીટે આ તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું છે. બીજી તરફ સુનક એવો બચાવ કરનાર છે કે તેઓ કોરુ કિડ્સમાં પત્નીના હિસ્સા અંગેની જાહેરાત કરી ચૂક્યા છે અને તેને મિનિસ્ટર્સના હિતોના રજિસ્ટરમાં તે જાહેર પણ કર્યું છે. પરંતુ સિલેક્ટ કમિટીની સુનાવણીમાં સુનાકના દેખાવ પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરાયા છે. જ્યાં તેમણે સૂચવ્યું હતું કે તેમની પાસે એજન્સીઓમાં સાઇન અપ કરવા ચાઇલ્ડ માઇન્ડર્સ માટેની નવી પ્રોત્સાહક યોજનાના સંબંધમાં જાહેર કરવા માટે કંઈ નથી.
વોચડોગ કમિશનરને સુનક દોષિત જણાશે તો તે વધુ ગંભીર બાબત બનશે. કેમ કે તેમણે માત્ર હિતનો ઉલ્લેખ કરવાનું છોડ્યું ન હતું, પરંતુ સંપર્ક સમિતિને કહ્યું હતું કે તેમનું કોઇ હિત નથી. તો સુનક માટે રાહતની બાબત એ છે કે તેમણે ઘોષણા અંગેના સાંસદોના નિયમોનો ભંગ કર્યો હોવાનું સાબિત થશે તો પણ પગલા હળવા હોવાની સંભાવના છે અને કદાચ સુધારો કરવાનો આદેશ જ આપવામાં આવશે.
જો કે, તે વડા પ્રધાન માટે એક મોટો રાજકીય આંચકો બની રહેશે જેમણે તેમના વહીવટના કેન્દ્રમાં “અખંડિતતા અને જવાબદારી” મૂકવાનું વચન આપ્યું હતું.
ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ બાબતને કેવી રીતે પારદર્શક રીતે મંત્રીના હિત તરીકે જાહેર કરવામાં આવ્યું છે તે સ્પષ્ટ કરવા કમિશનરને મદદ કરવામાં અમને આનંદ થાય છે.”

LEAVE A REPLY