કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટની ચિંતા ઊભી થઈ છે ત્યારે સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે કોરોના વેક્સિનની અસરકારતાનું મૂલ્યાંકન થવું જોઇએ અને નવા વેરિયન્ટને અંકુશમાં લેવા બૂસ્ટર ડોઝની જરૂરિયાત અંગે વધુ રિસર્ચ કરવું જોઇએ. આરોગ્ય અંગેની સંસદની સ્થાયી સમિતિએ શુક્રવારે તેનો અહેવાલ સુપરત કર્યો હતો. નવો વેરિયન્ટ રસીની રોગપ્રતિકારતાને નાબૂદ કરવાનું મેકેનિઝ વિકસિત કરતો હોવાની ચિંતાની પૂરતી ચકાસણી કરવી જોઇએ. બીજી લહેર દરમિયાનના આરોગ્ય મંત્રાલયના પગલાં પુરતા પૂરવાર થયા ન હતા. તેથી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ભાર મૂકવો જોઇએ.