સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે 19 જુલાઈએ વિરોક્ષ પક્ષોના હોબાળો કરતાં ગૃહની કાર્યવાહી થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવી હતી. વિરોધ પક્ષોના આવા વ્યવહારથી વડાપ્રધાન નરેન્દ્ર દુ:ખી થઈ ગયા હતા.
લોકસભામાં નવા સાંસદોના શપથગ્રહણ સાથે કાર્યવાહી શરુ થઈ હતી. આ પછી વડાપ્રધાન મોદી ઉઠ્યા અને પોતાના પ્રધાનોના પરિચય આપવાની શરુઆત કરી હતી. આ દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો શરુ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે તે વિચારીને આવ્યા હતા કે સભામાં ઉત્સાહનું વાતાવરણ હશે, પરંતુ આવું ના થયું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ જણાવ્યું કે, તેમણે છેલ્લાં 24 વર્ષમાં આવું નથી જોયું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષને ટીકા કરી હતી.
વિપક્ષના હોબાળા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેં વિચાર્યુ હતું કે આજે સભામાં ઉત્સાહનું વાતાવરણ હશે, કારણકે મોટી સંખ્યામાં મહિલા સાંસદ, દલિત ભાઈ, આદિવાસી, ખેડૂત પરિવારના સાંસદોને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. તેમનો પરિચય કરવાનો આનંદ હશે. પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, ખેડૂતોના દીકરા પ્રધાન બન્યા તે વાત અમુક લોકોને પસંદ ના આવી. તેથી તેમનો પરિચય પણ નથી આપવા દેતા નથી.