ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ અવકાશયાને સૂર્યને સ્પર્શ કર્યો છે. નાસાનું પાર્કર સોલર પ્રોબ નામનું યાન કોરોના તરીકે ઓળખાતા સૂર્યના ઉપરી વાતાવરણમાંથી પસાર થયું હતું અને તેના રજકણો અને ચુંબકીય ક્ષેત્રનો અનુભવ કર્યો હતો. આ યાન માત્ર થોડા કલાકમાં 48.9 લાખ માઇલની ઝડપ કોરોનામાંથી પસાર થયું હતું.
સૂર્યના રહસ્યોની શોધ કરવા માટે 2018માં લોન્ચ કરાયેલા પાર્કર સોલર પ્રોબે અત્યાર સુધી સૂર્યની નવ ભ્રમણકક્ષા પૂરી કરી છે. 2025માં મુખ્ય મિશનની સમાપ્તિ પહેલા તે 15 ભ્રમણકક્ષા પૂરી કરશે. આ યાન જાન્યુઆરીમાં સૂર્યની વધુ નજીક જવાની ધારણા છે. તે સમયે તે સોલર સર્ફેસથી 38.3 લાખ માઇલ સુધી નજીક જવાની ધારણા છે.
એપ્રિલમાં સૂર્યના આઠમાં પરિભ્રમણ દરમિયાન આ યાને સોલર સર્ફેસથી 81 લાખ માઇલ ઉપર ચુંબકીય વાતાવરણ અને રજકણોનો સામનો કર્યો હતો. તે સમયે વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે યાન આખરે સૂર્યના વાતાવરણમાં પ્રવેશ્યું છે.
નાસાએ જણાવ્યું હતું કે આ નવો સિમાસ્તંભ પાર્કર સોલર પ્રોબની એક મહત્ત્વની સિદ્ધિ છે અને સોલર સાયન્સમાં એક મોટો કૂદકો છે. તેનાથી વૈજ્ઞાનિકોને આપણા સૌથી નજીકના ગ્રહની મહત્ત્વની માહિતી મેળવવામાં અને સૌરમંડળ પર તેની અસર સમજવામાં મદદ મળશે.
વોશિંગ્ટનમાં નાસા હેકક્વાર્ટરમાં સાયન્સ મિશન ડિરેક્ટોરેટના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર થોમસ ઝુર્બેચેને જણાવ્યું હતું કે પાર્કર સોલર પ્રોબ દ્વારા સૂર્યને સ્પર્શ કરવાની ઘટના સોલર સાયન્સ માટે ઐતિહાસિક ક્ષણ છે અને ખરેખર એક મોટી ઉપલબ્ધિ છે. આ સિમાચિહ્નથી માત્ર સૂર્યના ઉદભવની જ નહીં, પરંતુ સૌરમંડળ પર તેની અસર અંગેની ગહન માહિતી મળશે.
સોલર સર્ફેસની વધુને વધુ નજીક જઈને પાર્કર નવી-નવી શોધ કરી રહ્યું છે. તેમાં સોલર વિન્ડનો પણ સમાવેશ થાય છે. તે પૃથ્વીને અસર કરતાં સૂર્યમાંથી બહાર આવતા રજકણો અંગે પણ માહિતી મેળવી રહ્યું છે. આ તારણો જર્નલ ફિઝિકલ રીવ્યૂ લેટર્સમાં પ્રકાશિત થયા છે.
2019માં પાર્કરે સંશોધન કર્યું હતું કે સોલર વિન્ડના મેગ્નેટિક ઝીગ-ઝેગ સ્ટ્રક્ચર (સ્વીચબેક) સૂર્યની ઘણી નજીક છે. પરંતુ તે કેવી રીતે અને ક્યાં બને છે તે એક રહસ્ય છે. આ પછી સૂર્ય સુધીના અંતરને અડધુ કાપ્યા બાદ પાર્કર સોલર પ્રોબ હવે એટલું નજીક ગયું છે કે જેનાથી એવા એક સ્થળની જાણ થશે કે જ્યાંથી આ સ્ટ્રક્ચર બને છે.