આગામી ઉનાળામાં યોજાનાર પેરિસ ઓલિમ્પિક્સના આયોજકો હવામાં રહેલા સૂક્ષ્મ કણોને ચૂસવા માટે વિશાળ વેક્યુમ ક્લીનર જેવા મશીનો સ્થાપિત કરીને એથ્લેટ્સ માટેની હવાને શુધ્ધ કરવાનું આયોજન કરી રહ્યા છે.

આ માટે જૂનમાં ટ્રાયલ તરીકે શાળાના મેદાનમાં દસ પ્રોટોટાઇપ મશીનો ઇન્સ્ટોલ કરાયા હતા. પરિણામો દર્શાવે છે કે તે મશીન થોડાક ડઝન મીટરની ત્રિજ્યામાંના ઓછામાં ઓછા ત્રીજા ભાગના હવાના પ્રદૂષણને દૂર કરે છે.

આ મશીનને ઓલિમ્પિક વિલેજમાં એથ્લેટ્સના આવાસની બાજુમાં સ્થાપિત કરાશે. જેથી ભીડવાળા A86 મોટરવેથી થતા પ્રદુષણને નિવારશે. આ પ્યોરિફાયરથી અસ્થમાથી પીડાતા બાળકોને રમતના મેદાનમાં ઇન્હેલરનો ઉપયોગ કરવાની જરૂર પડી ન હતી.

આ તેના પ્રકારનું પ્રથમ પ્યુરિફાયર છે જે ખાસ કરીને આઉટડોર ઉપયોગ માટે ડિઝાઇન કરાયું છે અને તેઓ તમામ સૂક્ષ્મ કણોને દૂર કરવા માટે સાબિત થયા છે. આ મશીન પ્રદૂષિત હવાને શોષીને તેના પર ઈલેક્ટ્રોનનો બોમ્બમારો કરે છે, જેના કારણે સૂક્ષ્મ કણો એકસાથે ભેગા થઈને એર પ્યુરિફાયરની અંદરની પ્લેટોને ચોંટી જાય છે. આ પ્યોરિફાયર્સને ઓછા મેઇન્ટેનન્સની જરૂર પડે છે અને પ્લેટોને વર્ષમાં માત્ર એક જ વાર સાફ કરવાની કે બદલવાની જરૂર પડે છે.

ઓલિમ્પિક વિલેજમાં ઉપયોગમાં લેવાતા પહેલા આ ઉપકરણોને લિયોન મેટ્રો સ્ટેશનમાં ઇન્સ્ટોલ કરાશે. તેની કિંમત €10,000 છે, પરંતુ મોટા પાયે ઉત્પાદન શરૂ થયા પછી કિંમત ઘટવાની ધારણા છે.

LEAVE A REPLY