(Photo by STR/AFP via Getty Images)
હિન્દી ફિલ્મની કોઈ અભિનેત્રીના લગ્ન થાય એટલે એકાદ વર્ષમાં જ તેને સારા દિવસો જતા હોવાની ચર્ચા શરૂ થઈ જાય છે. આમઆદમી પાર્ટીના યુવાન નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરનાર પરિણીતી ચોપડા પણ ગર્ભવતી હોવાની અફવાનો થોડા સમય અગાઉ શિકાર બની હતી. હવે એણે પોતાનું મૌન તોડયું છે.
તેણે ખુલાસો કર્યો છે કે, ‘મેં મારી દલજિત સિંઘ સાથેની ફિલ્મ ‘અમરસિંહ ચમકીલા’ માટે 15 કિલો વજન વધાર્યું હતું. એને લીધે લોકોને એવી શંકા ગઈ કે હું ગર્ભવતી છું. મને કેટલાય લોકોએ સલાહ આપી હતી કે વજન વધારવાની ભૂલ કરતી નહીં, તારી કારકિર્દી પર તેની ખરાબ અસર પડશે, પણ મેં વિદ્યા બાલનનો દાખલો નજર સામે રાખીને આ પડકાર સ્વીકારી લીધો. વિદ્યાએ સાઉથની સેક્સી સુપરસ્ટાર સિલ્ક સ્મિતાની બાયોપિક ‘ડર્ટી પિક્ચર’માં લીડ રોલ કરવા આવો જ પડકાર ઝીલ્યો હતો. ‘ચમકીલા’ની શૂટિંગ માટે મેં વર્ષ સુધી વજન વધારી રાખ્યું એને કારણે મારા હાથમાંથી ઘણું કામ નીકળી ગયું. હું ઘણી કદરૂપી પણ દેખાવા માંડી અને એ કારણે જ મારી પ્રેગ્નન્સી અને પ્લાસ્ટિક સર્જરીની અફવા ફેલાઈ.’
આ પહેલા પણ પરિણીતીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર ફેન્સ સાથે એવી માહિતી આપી હતી કે મારું વજન વધારવા હું ઘણું બધું જંક ફૂડ ખાતી હતી, પરંતુ હવે હું પાછી તંદુરસ્ત બનવા માટે જિમમાં ઘણો પરસેવો પાડી રહી છું.

LEAVE A REPLY