ભાજપના સાંસદ પરબત પટેલનો કથિત અશ્લીલ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. પરબત પટેલ સોફા પર બેઠા બેઠા જુવાન યુવતી સાથે અશ્લીલ હરકતો કરે છે, એ પછી અર્ધનગ્ન હાલતમાં યુવતી સાથે આ નેતા અડપલાં કરતાં હોવાનું પણ કથિત વીડિયોમાં સામે આવ્યું છે.જોકે સાંસદ પરબત પટેલે આ વિડિયો ફેક હોવાનું જણાવ્યું હતું.
સાંસદ પરબત પટેલ તેમની દીકરીની વયની એક યુવતી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યા છે, ૪ મિનિટ ને ૬ સેકન્ડનો રંગરેલિયા મનાવતો આ કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ભાજપના નેતાઓનું માથું શરમથી ઝૂકી જાય તેવો આ કથિત વીડિયો ફરતો થતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
બનાસકાંઠાના થરાદ તાલુકાના ભાચર ગામના મગાભાઈ પટેલ દ્વારા બનાસકાંઠાના નેતાનો વીડિયો ૧૫ ઓગસ્ટે વાયરલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જોકે એ પહેલાં જ સોશિયલ મીડિયામાં કથિત વીડિયો ફરતો થયો છે. પરબત પટેલ સ્પષ્ટતા કરી છે કે જેમાં ફોટા અને વીડિયો વાયરલ થઈ ગયા છે. તે મારા નથી મને બ્લેકમેલ કરવા માટે વીડિયો એડિટ કરીને બનાવ્યો છે. તમામ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા તે મેં જોયા નથી પણ મને મીડિયા દ્વારા જે વાત જાણવા મળી કે મઘાભાઈ પટેલ નામના વ્યક્તિએ જે ફોટા અને વીડિયો વાયરલ કરાશે ફોટા મારા નથી, તે ફોટા એડિટ કરીને મને બદનામ કરવા માટેનું બ્લેકમેલિંગ કરવા માટે ષડયંત્ર છે.