સ્વ. શ્રીમતી પાર્વતીબેન સોલંકીના સુપુત્રી શ્રીમતી સાધનાબેન કારીયાના દિકરીઓ જાહ્નવી અને વ્યોમા કારિયાએ પોતાના નાનીને અંજલિ આપતા જણાવ્યું હતું કે ‘’કશ્યપ, આયશા, શનિલ અને અમને હમણાં જ સમજાયું હતું કે અમે તમારી અને તમારી હાજરી પર કેટલો ભરોસો કર્યો છે. તમે અમારા દરેક રહસ્યો જાણતા હતા અને તમે અમારી બધી સમસ્યાઓને લઇ લીધી હતી. તમારૂ સ્મિત સુરક્ષાની ખાતરી કરાવતું. તમારી શિખામણ સદાય રહેતી કે સખત મહેનત કરો, પ્રયાસ કરવામાં શરમાશો નહિં, નાના અન્યાયને અવગણો કારણ કે તે તમને લાંબા ગાળે વધુ સારી રીતે મદદ કરશે. સ્વીકારો કે જીવન સંપૂર્ણ નથી અને તેથી હંમેશા સમાધાન કરો અને યોગ્ય પોશાક પહેરો.’’

‘’તમે અમારો ધૃવનો તારો હતા અને જીવનની નાની-મોટી બાબતો શીખવી હતી. અમે અમારી માતા સાધનામાં દાદીની હૂંફ, કરુણા માટેની અજોડ ક્ષમતા જોઈએ છીએ; શૈલેષમામામાં દાદીમાની મજબૂત નૈતિકતા અને શાંત મનોબળને જોઈએ છીએ; તો કલ્પેશમામામાં જરૂરિયાતમંદોને મદદ કરવાની તેમની તત્પરતા જોઈએ છીએ.’’

‘’દાદી તમે સૌથી સમર્પિત પત્ની, અડગ બિઝનેસ સ્થાપક અને ભાગીદાર, સૌથી નિઃસ્વાર્થ માતા અને દાદી, શાંત માનવતાવાદી અને સાચા અર્થમાં તમે ખરેખર દૈવી હતા. તમને અમારા દાદી તરીકે મેળવીને અમે ધન્ય હતા.’’

LEAVE A REPLY