ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે તેની સફળતામાં વધુ એક રેકોર્ડ કર્યો હતો. પોતાની બિન્દાસ્ત બેટિંગ માટે જાણીતા પંતે ચોથી ઈનિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં એક હજાર રન પૂરા કર્યા હતા. એ સાથે તેણે ભૂતપૂર્વ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો.
પંત હવે સૌથી નાની ઉંમરે (27 વર્ષ) એક હજાર રન કરનારો ભારતીય વિકેટકીપર બની ગયો છે. ત્યારપછી મહેન્દ્ર સિંહ ધોની (32), ફારુક એન્જિનિયર (36) અને પછી ઋધિમાન સાહા (37)નો નંબર આવે છે.પંતનો વિદેશી ધરતી પર તેનો રેકોર્ડ ખૂબ પ્રભાવશાળી છે. તેણે 2018માં ઈંગ્લેન્ડમાં બે સદી અને ઓસ્ટ્રેલિયામાં એક સદી લગાવી હતી. આ સીરીઝમાં પણ તે માત્ર ત્રણ રનથી સદી ચૂક્યો હતો. સિડની ટેસ્ટની બીજી ઈનિંગમાં તેણે 118 બોલમાં 97 રન કર્યા હતા.