દેશ-વિદેશમાં વસતા ભારતીયો હંમેશા ‘પાણીપુરી’ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. પરંતુ નેપાળમાં પાણીપુરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે પણ એક અતિ સામાન્ય કારણસર.
નેપાળના પાટનગર કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં ‘પાણીપુરી’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં આ વિસ્તારના 12 લોકોને કોલેરાની બીમારી થઇ છે, ત્યારબાદ અહીં ‘પાણીપુરી’ના વેચાણ પર સ્થાનિક વહીવટી તંત્રે કડક પ્રતિબંધ મૂક્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વાનગીના પાણીમાં બેક્ટેરિયા હતા. નેપાળના આરોગ્ય મંત્રાલયે તમામ લોકોને આરોગ્ય અંગે સતર્ક રહેવા વિનંતી કરી છે. સામાન્ય રીતે વરસાદની સિઝનમાં વધારે પડતા ઝાડા-ઉલટી, કોલેરા અને પાણીજન્ય રોગો થવાનું જોખમ વધી જાય છે.