લાંબી બીમારીના પછી પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને આર્મી સ્ટાફના વડા પરવેઝ મુશર્રફનું રવિવારે દુબઈ ખાતેની અમેરિકન હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 79 વર્ષના હતા. તેઓ ઘણા વર્ષોથી દુબઇમાં રહેતા હતા. તેમના મૃતદેહને પાકિસ્તાન પરત લાવવામાં આવશે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર માહિતી જોકે તેમનો પરિવાર છેલ્લાં વર્ષથી વતન લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
મુશર્રફના અંગો એમાયલોઇડિસ નામની બિમારીને કારણે કામ કરતા ન હતા. 2007માં ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યાના આરોપોનો સામનો કરી રહેલા મુશર્રફ છેલ્લા આઠ વર્ષથી દુબઈમાં રહેતા હતા. છે. તેમણે અગાઉ બાકીનું જીવન પોતાના વતનમાં વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાન પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પરવેઝ મુશર્રફ 20 જૂન 2001 થી 18 ઓગસ્ટ 2008 સુધી પાકિસ્તાનના પ્રેસિડન્ટ હતા. મે 2016 માં, દેશદ્રોહના આરોપોનો સામનો કરી રહેલા પરવેઝ મુશર્રફને પાકિસ્તાનની અદાલતે ભાગેડુ જાહેર કર્યા હતા. મુશર્રફ 1998માં જનરલ બન્યા હતા. તેમણે ભારત વિરુદ્ધ કારગીલનું કાવતરું ઘડ્યું હતું અને ભારત પાકિસ્તાન વચ્ચે કારગીત યુદ્ધ થયું હતું. 1998માં પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે પરવેઝ મુશર્રફ પર વિશ્વાસ કર્યો અને તેમને પાકિસ્તાની સેનાના વડા બનાવ્યા. પરંતુ એક વર્ષ પછી 1999માં જનરલ મુશર્રફ નવાઝ શરીફને હટાવીને પાકિસ્તાનના સરમુખત્યાર બન્યા હતું.