ભૂકંપ ગ્રસ્ત ટર્કીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મુલાકાત માટે ના પાડીને તેમનું આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન કર્યું હતું. તુર્કીમાં વિનાશક ભૂકંપથી ભારે તબાહી મચાવી છે, પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન આવા ખરાબ સમયમાં ટર્કીની મુલાકાતની યોજના બનાવી હતી, પરંતુ ટર્કીએ તેમને આવકારવાનો ઇનકાર કર્યો હતો. હકીકતમાં ટર્કી સાથે ભારતના સંબંધો સારા ન હોવા છતાં ભારતે ટર્કીને રાહત સામગ્રી મોકલીને મદદ કરી છે. તેનાથી પાકિસ્તાનના વડાપ્રધાનને આ યાત્રાની યોજના બનાવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ટર્કી કાશ્મીર સહિતના મુદ્દે હંમેશા ભારતનો વિરોધ કરે છે અને પાકિસ્તાનને ટેકો આપે છે.
ટર્કી પ્રત્યે સંવેદના દેખાડવાના ચક્કરમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફએ આંતરાષ્ટ્રીય સ્તરે પોતાની ફજેતી કરાવી લીધી હતી. વિશ્વભરના દેશો રાહત સામગ્રી અને બચાવ ટીમો મોકલી રહ્યા છે. હકીકતમાં, શાહબાઝ શરીફે ટર્કી તૂર્કીયે પ્રત્યે એકસંપ દેખાડવા માટે અંકારાની યાત્રાની જાહેરાત કરી દીધી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એ વિચાર્યું નહીં કે આ સમય ટર્કી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે, જ્યાં વીઆઈપી મુલાકાત પર સંસાધનોને કામે લગાડવા જોઈએ નહીં. એવામાં ટર્કીએ ખુદ જ શાહબાઝ શરીફની સ્વાગત કરવાનો ઇનકાર કર્યો છે.
પાકિસ્તાનના માહિતી પ્રસારણ પ્રધાન મરિયમ ઔરંગઝેબે કહ્યું હતું કે વડાપ્રધાન શાહબાઝ શરીફની આજની યાત્રા સ્થગિત કરાઈ છે