(istockphoto.com)

સંયુક્ત રાષ્ટ્રસંઘના ગુરુવારે જારી કરેલા વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2024 રિપોર્ટમાં જણાવાયું છે પાકિસ્તાનની વસ્તી 2054 સુધીમાં 38.9 કરોડ થવાનો અંદાજ છે અને તે અમેરિકાને પાછળ રાખીને વિશ્વનો ત્રીજા ક્રમે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે. હાલમાં અમેરિકા 34.5 કરોડની વસ્તી સાથે વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને 2054માં તેની વસ્તી 38.4 કરોડ થશે અને તે ચોથા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ બનશે. પાકિસ્તાન 2100 સુધીમાં 51.1 કરોડની વસ્તી સાથે વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો દેશ બની રહેશે.

વિશ્વમાં લોકોનું સરેરાશ આયુષ્ય વધી 77.4 વર્ષ થશે

રીપોર્ટમાં જણાવ્યા અનુસાર 2024માં વિશ્વમાં લોકોનું સરેરાશ આયુષ્ય 73.3 વર્ષ છે, જે 1995ની સરખામણીમાં 8.4 ટકાનો વધારો થશે. મૃત્યુદરમાં વધુ ઘટાડાની ધારણાને કારણે 2054 સુધીમાં વિશ્વમાં લોકોનું સરેરાશ આયુષ્ય વધીને આશરે 77.4 વર્ષ થશે.

LEAVE A REPLY