આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા પાકિસ્તાને તેના લોકોને ઓછી ચા પીવાની અપીલ કરી છે.આ અપીલ પાકિસ્તાન સરકારના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ પ્રધાન અહેસાન ઇકબાલે કરી છે. ચાના એક કે બે કપ ઓછા પીવાથી દેશની ઇકોનોમીને મદદ મળશે. જેટલી ચા ઓછી પીશો તેટલું આયાત બીલ ઓછું આવશે એવો તર્ક પણ રજૂ કર્યો હતો.
પાકિસ્તાની મીડિયામાં અહેસાન ઇકબાલે ચા ઓછી પીવાની વાત દોહરાવી હતી જે ચર્ચાનો વિષય બન્યું છે. પ્રધાને જણાવ્યું હતું કે આપણે આયાત કરીએ છીએ તે ચાર લોનથી આયાત કરવામાં આવે છે. તેમણે વીજળી બચાવવા માટે બિઝનેસને પણ વહેલા બંધ કરવાની અપીલ કરી હતી.
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની હાલમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. પાકિસ્તાન પાસે માત્ર બે મહિના સુધી જ વસ્તુઓ આયાત કરી શકે તેટલું જ વિદેશી હુંડિયામણ છે. પાકિસ્તાન દુનિયામાં ચા ખરીદતો મોટો આયાતકાર દેશ છે. સરકારે અગાઉ લક્ઝરી પ્રોડક્ટ્સની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો.
ગત વર્ષ પાકિસ્તાને ભારત પાસેથી 60 કરોડ ડોલરની ચા ભારત પાસેથી ખરીદી હતી. પાકિસ્તાનમાં તહેરિકે ઇન્સાફ પાર્ટીના વડા અને વડાપ્રધાન ઇમરાનખાનને સત્તા પરથી ઉતારીને શાહનવાઝ શરીફે સત્તા સોંપવામાં આવી છે પરંતુ વધતી જતી મોંઘવારી અને ઘટતી જતી આવક બાબતે કોઇ પ્રગતિ થઈ નથી. આશરે 220 મિલિયનની વસતિ ધરાવતા પાકિસ્તાાને 2020માં 640 બિલિયન ડોલરની ચાની આયાત કરી હતી.