પાકિસ્તાનના પંજાપ પ્રાંતમાં મહિલાઓ અને બાળકો સામે જાતિય સતાવણીના કેસમાં ઝડપી વધારાને પગલે “ઇમર્જન્સી” જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.પ્રેસ કોન્ફરન્સમાં પંજાબના ગૃહ પ્રધાન અતા તરારે જણાવ્યું હતું કે વહીવટી તંત્રને બળાત્કારના કેસો નિયંત્રિત કરવા માટે ઇમર્જન્સી જાહેર કરવાની ફરજ પડી છે. પ્રાંતમાં મહિલાઓ અને બાળકોની વિરુદ્ધ બળાત્કારના કેસોમાં નોંધાયેલી વૃદ્ધિ સમાજ અને સરકારી અધિકારીઓ માટે એક ગંભીર મુદ્દો છે.
પાકિસ્તાનના એક અગ્રણી અખબારના જણાવ્યા અનુસાર પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન)ના મુખ્યમથકમાં પત્રકારોને સંબોધતા પ્રધાને જણાવ્યું હતું કે પંજાબમાં દરરોજ બળાત્કારના ચારથી પાંચ કેસો સામે આવી રહ્યાં છે. જેના કારણે સરકારને વિશેષ ઉપાયો કરવાનિી ફરજ પડી છે. કાયદા પ્રધાન મલિક મોહંમદ અહેમદ ખાનની હાજરીમાં તરારે જણાવ્યું હતું કે બળાત્કાર અને કાયદો વ્યવસ્થા અંગે કેબિનેટ સમિતિી દ્વારા તમાંમ કેસોની સમીક્ષા કરવામાં આવશે અને આવી ઘટનાઓ પર નજર રાખવા માટે નાગરિક સંસ્થાઓ, મહિલા અધિકાર સંગઠનો, શિક્ષકો અને વકીલો સાથે ચર્ચા કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે મોટા ભાગના કેસોમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને બાળકોને બળાત્કાર અંગે જાગૃત કરવા માટે શાળાઓંમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવશે