જો પાકિસ્તાન એશિયા કપની યજમાનીનો અધિકાર ગુમાવશે તો તે ભારતમાં આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપનો બહિષ્કાર કરે તેવી વાસ્તવિક સંભાવના છે, એમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ જણાવ્યું હતું.
છેલ્લા એક દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખટાશભર્યા રાજકીય સંબંધોને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ રમાતી નથી અને બંને પડોશી દેશો માત્ર તટસ્થ સ્થળોએ એકબીજા સાથે રમે છે.ભારતે, સલામતીની ચિંતાઓને ટાંકીને સપ્ટેમ્બરમાં એશિયા કપ માટે પાકિસ્તાનની યાત્રા કરવાનો ઇનકાર કર્યો છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ મેચો સંયુક્ત આરબ અમીરાતમાં રમવા દેવાની ઓફર કરી છે જેને “હાઇબ્રિડ મોડલ” તરીકે ઓળખવામાં આવે છે. જોકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ આ ઓફરનો ઔપચારિક પ્રતિસાદ આપ્યો નથી..સેઠીએ કહ્યું કે ભારત ઇચ્છે છે કે આખી ટુર્નામેન્ટ પાકિસ્તાનની બહાર જાય. તેનાથી આ વર્ષે ભારતમાં યોજાનાર ક્રિકેટ વર્લ્ડ કપ તેમજ પાકિસ્તાનમાં 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીને ગંભીર અસર થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારતે એવી સ્થિતિ ન બનાવવી જોઇએ કે જેથી અમે એશિયા કપ અને વર્લ્ડ કપનો પણ બહિષ્કાર કરીએ