(istockphoto.com)

પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાં મુસ્લિમ કટ્ટરવાદીઓએ રવિવાર 16 જુલાઇએ રોકેટ લોન્ચરથી હિંદુ મંદિર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કશ્મોર વિસ્તારમાં એક નાના મંદિર અને હિન્દુઓના આજુબાજુના મકાનો પર હુમલો કર્યો હતો.

હુમલાખોરોએ સ્થાનિક હિંદુ સમુદાય દ્વારા બાંધવામાં આવેલા મંદિરમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેના કારણે કશ્મોર-કંધકોટ એસએસપી ઈરફાન સમોની આગેવાની હેઠળની પોલીસની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી. પૂજાના સ્થળ પર રોકેટ લૉન્ચર્સ ફેંકવામાં આવ્યા હતા. હુમલાથી મંદિર બંધ કરાયું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મંદિર બાગરી સમુદાય દ્વારા કરવામાં આવતી ધાર્મિક સેવાઓ માટે દર વર્ષે ખુલે છે.

હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ભાગી ગયા હતા. પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. પોલીસ અધિકારીનો અંદાજ છે કે હુમલામાં આઠ કે નવ બંદૂકધારીઓ સામેલ હતા. બાગરી સમુદાયના સભ્ય ડૉ. સુરેશે જણાવ્યું હતું કે ડાકુઓ દ્વારા ચલાવવામાં આવેલા “રોકેટ લૉન્ચર્સ” વિસ્ફોટ કરવામાં નિષ્ફળ ગયા હતા, પરિણામે કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે પોતાના સમુદાયની સુરક્ષા માટે પોલીસને અનુરોધ કર્યો હતો. આ ઘટનાથી હિન્દુ સમુદાયમાં ગભરાટ ફેલાયો હતો.

સીમા હૈદર જાખરાનીની PUBG લવ સ્ટોરીનો બદલો રૂપે કશ્મોર અને ઘોટકી નદીના વિસ્તારોમાં કટ્ટરવાદીઓએ હિંદુ મંદિરો અને સમુદાયના સભ્યો પર હુમલો કરવાની ધમકી આપી હતી તેના થોડા દિવસો બાદ આ હુમલો થયો છે. સીમા હૈદર પાકિસ્તાનની છે અને મોબાઇલ ગેમ પબજી રમતા રમતા ભારતીય યુવકના પ્રેમમાં પડી હતી. તે પોતાના ચાર ચાર બાળકોની પાકિસ્તાની દેશ છોડીને ભારતમાં આવી ગઈ છે. 30 વર્ષીય સીમા 22 વર્ષીય સચિન મીના દિલ્હી નજીક ગ્રેટર નોઈડાના રબુપુરા વિસ્તારમાં રહે છે.

LEAVE A REPLY