Pakistan Foreign Minister Bilawal will visit India
(ANI Photo)

ગોવામાં આયોજીત શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ સમિટ)ના સભ્ય દેશોના વિદેશપ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી 4 અને 5 મે-2023ના રોજ ભારતની મુલાકાત આવશે. તેઓ પાકિસ્તાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.પુલવામા એટેક અને પછી ઓગષ્ટ 2019માં ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરથી કલમ 370ને હટાવ્યા બાદ બંને દેશોના સંબંધો બગડ્યા હતા. 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ જાહરા બલોચે સ્પષ્ટ કર્યું કે તેઓ (બિલાવલ) ભારત જશે.પાકિસ્તાનના વિદેશપ્રધાન આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છેકારણ કે વિદેશ પ્રધાન એસ.જયશંકરે તેમને એસસીઓની બેઠકની સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ જેહરા બલૂચે એમ કહ્યું કે‘‘બેઠકમાં અમારી ભાગીદારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન(એસસીઓ) ચાર્ટર અને પ્રક્રિયાઓની પ્રત્યે પાકિસ્તાનની પ્રતિબદ્ધતા અને પાકિસ્તાનની વિદેશનીતિની પ્રાથમિકતાઓમાં ક્ષેત્રને આપવામાં આવનાર મહત્વને દર્શાવે છે.’’  

LEAVE A REPLY