ત્રાસવાદીઓ માટેના ફંડિગ અને મની લોન્ડરિંગ સામેના પાકિસ્તાનના પગલાં હજુ પૂરતા ન હોવાનું જણાવીને ફાઇનાન્શ્યલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના એશિયમ એકમ એશિયા પેસિફિક ગ્રૂપે પાકિસ્તાનને હજુ એન્હાન્સ્ડ ફોલો અપ લિસ્ટમાં જ રાખવાની સોમવારે જાહેરાત કરી હતી. FATFની બેઠકના થોડા સપ્તાહ પહેલા આ જાહેરાત કરવામાં આવી છે.
એશિયા પેસિફિક ગ્રુપના આ ગ્રે લિસ્ટમાં લાંબો સમય રહેવાથી પાકિસ્તાન પર FATF દ્વારા બ્લેકલિસ્ટ થવાની શક્યતા વધી ગઇ હતી એમ પાકિસ્તાના અગ્રણી વર્તમાનપત્ર ડોનના એક અહેવાલમાં જણાવાયું હતું. FATFએ ટેરર ફન્ડિંગ અને મની લોન્ડરીંગના મામલામાં જે સૂચનો કર્યાં હતાં એનો અમલ કરવામાં પાકિસ્તાને પૂરતા પ્રયાસ કર્યા ન હતા. પાકિસ્તાન કાઢેલાં બહાનાં અને ઉપજાવી કાઢેલી વાતો FATFને ગળે ઊતરી નહોતી. એજ કારણે એશિયા પેસિફિક ગ્રુપે પાકિસ્તાનને એન્હાન્સ્ડ ફોલો અપ લિસ્ટમાં ચાલુ રાખ્યું હતું. એક યા બીજી રીતે પાકિસ્તાન આ લિસ્ટની બહાર નીકળવા ઉત્સુક હતું.
FATFએ પાકિસ્તાનને 40 શરતો તૈયાર કરી આપી હતી. પાકિસ્તાને એના પર અમલ કરવાનો હતો. પાકિસ્તાને 40માંથી ફક્ત બે શરતનો અમલ કર્યો હતો. બાકીની શરતોનો અમલ કરવામાં એ બહાનાં કાઢી રહ્યું હતું. 21થી 23 ઓક્ટોબર વચ્ચે FATFની સમીક્ષા બેઠક યોજાવાની છે. એ દરમિયાન પોતે ગ્રે લિસ્ટની બહાર નીકળી શકે એ માટે પાકિસ્તાન સતત પ્રયાસ કરી રહ્યું હતું. 21થી 21 ઓક્ટોબરની વચ્ચે જે બેઠક થવાની છે એમાં FATF નક્કી કરશે કે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકવૂં કે નહીં.