બંગલાદેશના ભૂતપૂર્વ કેપ્ટન મશરફે મોર્તઝા તથા બે અન્ય ખેલાડીઓ નઝમુલ ઇસ્લામ અને નફીસ ઇકબાલ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. પાકિસ્તાનના પણ ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી કોરોના પોઝિટિવ જણાયો હતો. આફ્રિદી થોડા દિવસથી બિમાર હતો. શુક્રવારે તેનો કોવિડ રીપોર્ટ કરાયો હતો, જેમાં તે પોઝિટિવ જણાયો હતો. આ તમામ ક્રિકેટર્સ હાલમાં પોતાનાં ઘરમાં કવોરન્ટાઈનમાં છે.
બંગલાદેશના મોર્તઝાએ પોતાનાં ફેસબુક પેજ પર લખ્યું હતું કે, મારો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર મોર્તઝાનાં પરિવારનાં કેટલાક સભ્યો આ બીમારીની ઝપડે ચડેલા હતા. મોર્તજા સંસદ સભ્ય છે અને તેને રોગચાળાના કારણે રાહત અભિયાન ચલાવી રહ્યો હતો.
તેના ઉપરાંત વન-ડે ટીમના કેપ્ટન તમીમ ઇકબાલનાં મોટા ભાઇ અને ભૂતપૂર્વ ક્રિકેટર નફીસ ઇકબાલ પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. આ ઉપરાંત ડાબેડો સ્પીનર ઇસ્લામનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તે પોતાનાં શહેર નારાયણગંજમાં રાહત કાર્ય કરતો હતો. પાકિસ્તાનનાં ક્રિકેટર શાહીદ આફ્રિદી, તૌફિક ઉમર અને જફ સરફરાઝ પણ કોરોના પોઝિટિવ જણાયા હતા.