પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મંગળવારે બે માર્ગ અકસ્માતમાં ઓછામાં 28 લોકોના મોત થયા હતા અને બીજા 26 લોકો ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. સિંઘના મુલ્તાન-સુક્કુર મોટરવે પર પેસેન્જર બસ અને ઓઇલ ટેન્કર વચ્ચેના પ્રથમ અકસ્માતમાં 20 લોકોના મોત થયા હતા અને છ લોકોને ઇજા થઈ હતી.
આ પેસેન્જર બસ લાહોરથી કરાચી જઈ રહી હતી અને સુક્કુર નજીક તે જલાલપુર પીરવાલા ખાતે ઓઇલ ટેન્કર સાથે અથડાઈ હતી. બસ ચાલકને ડ્રાઇવિંગ વખતે ઝોકુ આવી જતા આ અકસ્માત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતથી મોટી આગ ફાટી નીકળી હતી અને 20 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. રોહરી ખાતે ખાતે બીજો એક અકસ્માત થયા હતા. એક પેસેન્જર કોચ રોહરી નજીક ખીણમાં ગબડી પડતા મહિલાઓ અને બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા.