પાકિસ્તાને ઓક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકા વેક્સિનને રવિવારે મંજૂરી આપી હતી. દેશમાં ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રસીકરણ ચાલુ થવાની ધારણા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ખાસ આરોગ્ય સહાયક ડો. ફૈસલ સુલ્તાનને આ અંગે પુષ્ટી આપતાં જણાવ્યું હતું કે ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી પાકિસ્તાનને દેશભરમાં ઓક્સફર્ડ વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી છે. પાકિસ્તાનમાં માર્ચ સુધીમાં વેક્સિન ઉપલબ્ધ થવાની ધારણા છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કાર્યકરો અને 65 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે.
નેશનલ હેલ્થ સર્વિસિસના ડેટા અનુસાર પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાથી 10,951 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 519,291 છે. પાકિસ્તાન કોરોના વેક્સિનની ખરીદી માટે ચીન અને બીજી કંપનીઓના સંપર્કમાં છે.