પાકિસ્તાનના વિરોધ પક્ષના નેતા અને PML-Nના વડા શાહબાઝ શરીફની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. 41.9 મિલિયન ડોલરના મની લોન્ડરિંગ કેસમાં લાહોર હાઇ કોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદ તેમની ધરપકડ થઈ હતી.
ઇમરાન ખાન સરકાર સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન માટે વિરોક્ષ પક્ષોએ જોડાણ કર્યાના એક સપ્તાહમાં નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફની ભ્રષ્ટાચારી વિરોધી એજન્સી નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (NAB)એ ધરપકડ કરી છે.69 વર્ષીય શાહબાઝને કોર્ટ પરિસરમાંથી કસ્ટડીમાં લેવામાં આવી હતી. NAB તેમને લાહોર ડિટેન્શનલ સેન્ટર લઈ ગઈ હતી અને ફિઝિકલ રિમાન્ડ માટે કાઉન્ટેબિલિટી કોર્ટમાં રજૂ કર્યા કર્યા હતા. ઇમરાન ખાન સરકારે ગયા સપ્તાહે શાહબાઝ સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો હતો.