F-16 package to Pakistan makes India nervous against US
REUTERS/David 'Dee' Delgado/Pool

પાકિસ્તાનને F-16 ફાઈટર પ્લેન માટે 450 મિલિયન ડોલરનું પેકેજ આપવાના મુદ્દે ભારતે અમેરિકાની ટીકા કરી હતી. અમેરિકાએ બચાવમાં કહ્યું હતું કે F-16 એરક્રાફ્ટની જાળવણી માટે આ પેકેજને મંજૂર કરવામાં આવ્યો છે. હવે અમેરિકાની આ દલીલ પર વિદેશ પ્રધાન એસ જયશંકરે કટાક્ષમય સૂર સ્પષ્ટ કહ્યું હતું કે બધા જ જાણે છે કે એફ-16નો ઉપયોગ ક્યાં અને કોની વિરુદ્ધ કરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તમે આવી વાતો કરીને કોઈને મૂર્ખ બનાવી શકાતા નથી.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે પાકિસ્તાનને લશ્કરી સહાય પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે, વર્તમાન યુએસ પ્રમુખ જો બાઇડેને તેને ફેરવી તોળતા 8 સપ્ટેમ્બરે F-16 ફાઇટર પ્લેન માટે પાકિસ્તાનને 450 મિલિયન ડોલરની સહાય મંજૂર કરી આપી હતી.

પાકિસ્તાન-અમેરિકા સંબંધો પર એસ જયશંકરે કહ્યું હતું કે સાચું કહું તો આ સંબંધથી ન તો પાકિસ્તાનને કોઈ ફાયદો થયો છે અને ન તો તેણે અમેરિકાના હિતોને પૂરા કરવામાં મદદ કરી છે, તેથી હવે અમેરિકાએ ખરેખર વિચારવું જોઈએ કે આ સંબંધનો શું લાભ છે અને તેનાથી અમેરિકા શું મેળવી રહ્યું છે.

દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેન યુદ્ધની ચર્ચા રહી હતી ત્યારે ભારતે આ મુદ્દે ફરી એક વખત દ્રઢતા સાથે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. વિદેશપ્રધાન એસ જયશંકરે સમસ્યાને રાજદ્વારી વિકલ્પો દ્વારા ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને બંને દેશ વચ્ચેના ઘર્ષણ અંગે પણ અભિગમ સ્પષ્ટ કર્યો હતો. તેણે પોતે શાંતિના પક્ષમાં હોવાની હિમાયત કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રની ૭૭મી સામાન્ય સભા (UNGA)માં બોલતા જયશંકરે જણાવ્યું હતું કે, “અમને ઘણી વખત પૂછવામાં આવે છે કે, અમે કોના પક્ષે છીએ અને અમારો જવાબ સીધો અને પ્રામાણિક હોય છે. શાંતિના પડખે. અમે મજબૂતાઇ સાથે આ જ પક્ષે રહીશું.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમે એમના પક્ષે છીએ જે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને મૂળભૂત સિદ્ધાંતોનું સન્માન કરે છે.”

LEAVE A REPLY