પાકિસ્તાનમાં 4 ઓગસ્ટે હિન્દુ મંદિર પર હુમલાના કેસમાં 150 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે 50થી વધુ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હતો. પંજાબ પ્રાંતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.
માત્ર આઠ વર્ષના એક હિંદુ બાળકને એક કેસમાં છોડી મુકવામાં આવ્યો હતો, જેના વિરોધમાં કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ હિંદુ મંદિરોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધુ હતું. આવો જ એક કટ્ટરવાદીઓનો હુમલો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સામે આવ્યો હતો.
પંજાબના મુખ્યપ્રધાન રહીમ યાર ખાને કહ્યું હતું કે વીડિયો ફૂટેજના આધારે આ ધરપકડ કરવામાં આવી છે, હિંદુ મંદિર પર હુમલો અતી શરમજનક ઘટના છે અને ભવિષ્યમાં આવી કોઇ જ ઘટના બનતી અટકાવવાના સરકાર પુરતા પ્રયાસો કરશે. જે પણ હુમલામાં સામેલ છે તેમને બક્ષવામાં નહીં આવે. હાલ 50 લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે જે 150 લોકોની સામે ગુનો દાખલ કરાયો છે તેમાના અન્યોની શોધખોળ ચાલી રહી છે. ધરપકડ કરવામાં આવી તેઓની તસવીરો પણ પંજાબના મુખ્યપ્રધાને જાહેર કરી છે.