પાકિસ્તાને ચીનની સિનોફાર્મ કોવિડ-19 વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી છે. ઓક્સફર્ડ કોરોના વેક્સિનને મંજૂરી આપ્યાના બે દિવસ બાદ સોમવારે ડ્રગ રેગ્યુલરી ઓથોરિટી ઓફ પાકિસ્તાનને ચીનની વેક્સિનને પણ મંજૂરી આપી હતી.
ડ્રગ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો આસીમ રાઉફે જણાવ્યું હતું કે ઇમર્જરન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. તેનાથી પાકિસ્તાનમાં વેક્સિન લાવવાનો માર્ગ મોકળો થશે.
પાકિસ્તાનને સિનોફાર્મની કોરોના વેક્સિનના 1.1 મિલિયન ડોઝનો ઓર્ડર આપેલો છે અને ટૂંકસમયમાં તેની આયાત ચાલુ થશે. મંગળવાર સુધીમાં પાકિસ્તાનમાં કોરાનાથી 11,055 લોકોના મોત થયા હતા. છેલ્લાં 24 કલાકમાં 1,800 નવા કેસ સાથે કુલ કેસ વધીને 523,011 થયા હતા.