પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ યુનિવર્સિટી તામિલનાડુના મંદિરમાંથી ચોરાઈ ગયેલી 60 સેમી-ઉંચી સંત તિરુમાનકાઈ અલ્વરની 16મી સદીની, 500 વર્ષ જૂની કાંસાની મૂર્તિ ભારતને પરત કરવા સંમત થઈ છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની કાઉન્સિલે એશમોલીયન મ્યુઝિયમમાંથી સંતનું શિલ્પ પરત કરવાના ભારતીય હાઈ કમિશનના દાવાને સમર્થન આપ્યું હતું. આ નિર્ણય હવે ચેરિટી કમિશનને સબમિટ કરવામાં આવશે. મ્યુઝિયમ દ્વારા આ પ્રતિમા 1967માં સોથેબીના ઓક્શન હાઉસમાંથી ડૉ. જે.આર. બેલમોન્ટ (1886-1981) નામના કલેક્ટરના સંગ્રહમાંથી “સદ્ભાવના” સાથે પ્રતિમા હસ્તગત કરી હતી.

મ્યુઝિયમનું કહેવું છે કે તેને ગત વર્ષે નવેમ્બરમાં એક સ્વતંત્ર સંશોધકે પ્રાચીન પ્રતિમા અંગે ચેતવણી આપી હતી, જેના પગલે તેમણે ભારતીય હાઈ કમિશનને ચેતવણી આપી હતી. ભારત સરકારે આ મૂર્તિ પરત આપવા ઔપચારિક વિનંતી કરી હતી.

આ મ્યુઝિયમ વિશ્વની કેટલીક સૌથી પ્રખ્યાત કલા અને પુરાતત્વ કલાકૃતિઓ ધરાવે છે. તાજેતરમાં ચોરાયેલી ભારતીય કલાકૃતિઓ યુકેમાંથી ભારતમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હોવાના ઘણા કિસ્સાઓ નોંધાયા છે.

LEAVE A REPLY