Oxfam India to be probed by CBI
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતની તપાસ એજન્સી વૈશ્વિક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ઓક્સફામના ભારતીય એકમની તપાસ કરશે. અગાઉ ઓક્સફામ ઇન્ડિયા સામે વિદેશી ફંડ્સ ધારાના ઉલ્લંઘટના આરોપ થયા હતા. ગૃહ મંત્રાલયના સૂત્રે જણાવ્યું હતું કે વિદેશી યોગદાન (નિયમન) સુધારા ધારો અમલી બન્યા પછી પણ ઓક્સફામ ઇન્ડિયાએ વિવિધ એકમોને નાણા ટ્રાન્સફર કર્યા હતા. આ ધારા હેઠળ નાણાનું આવું ટ્રાન્સફર કરી શકાતું નથી.

ગૃહ મંત્રાલયે એનજીઓ ઓક્સફામ વિરુદ્ધ CBI તપાસની ભલામણ કરી છે. વિદેશમાંથી ડોનેશન લેવાના મામલામાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યા બાદ તેની તપાસ ચાલી રહી હતી. ગયા વર્ષે જાન્યુઆરીમાં Oxfamનું FCRA લાયસન્સ સસ્પેન્ડ કરાયું હતું. આ પછી તેને ગૃહ મંત્રાલયમાં રિવિઝન પિટિશન દાખલ કરી હતી.

ગૃહપ્રધાન અમિત શાહના આદેશો પર ગેરકાયદેસર રીતે વિદેશી યોગદાન (રેગ્યુલેશન) સુધારા ધારા-2020નું ઉલ્લંઘન કરનારી જે એનજીઓ નાણાં ઉપયોગ કે ટ્રાન્સફર કરી રહી છે, તેવી એનજીઓ વિરુદ્ધ ગૃહમંત્રાલય દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગત વર્ષે 23મી ઓક્ટોબર-2022ના રોજ સરકારે કોંગ્રેસની આગેવાની હેઠળની બે બિન-સરકારી સંસ્થાઓના FCRA લાયસન્સ રદ કર્યા હતા. તેમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટનો સમાવેશ હતો.

LEAVE A REPLY