હોલીવુડના જાણીતા અભિનેતા રિઝ અહમદે ઓક્સબ્રીજમાં ભાગ લેવા “અગવડતા સાથે આરામદાયક” અભિગમ અપનાવવા વંશીય લઘુમતીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું છે કેમ કે તે જ પડકારજનક વાતાવરણ લોકોને આગળ વધાવામાં મદદ કરે છે.
નાઈટક્રાઉલર અને ધ રિલકન્ટન્ટ ફંડામેન્ટલિસ્ટમાં ભાગ લેનાર અહેમદે ઇન્ડીપેન્ડન્ટ સ્કૂલમાં શિષ્યવૃત્તિ મેળવ્યા બાદ ઑક્સફર્ડની ક્રાઇસ્ટ ચર્ચ કોલેજમાંથી ફિલોસોફી, રાજકારણ અને અર્થશાસ્ત્રની ડીગ્રી મેળવી હતી. નોર્થ વેસ્ટ લંડનના વેમ્બલીમાં બ્રિટીશ પાકિસ્તાની પરિવારમાં ઉછરેલા 38 વર્ષીય અહેમદે ઑક્સફર્ડને “સંસ્કૃતિક આંચકો” ગણાવ્યુ હતું, પરંતુ તેણે કહ્યું હતું કે અંડરગ્રેજ્યુએટ તરીકેના તેના સમય તેને ફિલ્મ ઉદ્યોગના વર્ગવાદ અને વિશાળ બ્રિટીશ સમાજમાં જવા માટે તૈયાર કરવામાં મદદ કરી હતી.
તેણે બીબીસી રેડિયો 4 સિરીઝના ગ્રાઉન્ડેડ લુઇસ થેરૌક્સને કહ્યું હતું કે “શરૂઆતમાં, મને લાગ્યું કે હું ત્યાં ખૂબ જ અલગ અને ત્યાંના સંપૂર્ણ વાઇબથી વિમુખ થઈ ગયો છું. પછી મેં વિચાર્યું, ખરેખર તે એ જગ્યા જ્યાં તમારે હોવું જોઈએ, જ્યાં તમે કંઈક નવું આપી શકો, જ્યાં તમે વિકાસ કરી શકો. આપણે તે અગવડદાયક સ્થિતીમાં આરામદાયક રહેવાનું શીખવું પડશે અને મને તે મહાન અનુભવ મળ્યો હતો. એવા પ્રસંગો પણ હતા જ્યારે હું ઇમ્પોસ્ટર સિન્ડ્રોમથી પીડાયો હતો. હું હજી પણ કેટલીકવાર મારી જાતને તે અગવડતાનો સામનો કરતી જોઉં છું.’’
ગયા વર્ષે જાહેર કરાયેલા ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રવેશના આંકડા દર્શાવે છે કે તેના નવા બ્રિટિશ અંડરગ્રેજ્યુએટ્સમાંથી 22.1 ટકા શ્યામ અને લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિમાંથી આવ્યા છે. 2015માં તે દર 14.5 ટકા હતો.
અહેમદે થેરોક્સને કહ્યું, “મારા માતાપિતા શિક્ષણ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. અમે રજાઓ પર જવા કરતાં પ્રવેશ પરીક્ષા માટે મને તૈયાર કરવા માટે શિક્ષક શોધતા અને ખાનગી શાળાઓમાં કેવી રીતે પ્રવેશ મેળવી શકાય તે માટે પ્રયત્ન કરવા પ્રયાસ કરતા.”
યુનિવર્સિટી છોડ્યા બાદ અહેમદે ફિલ્મમાં સફળતા પ્રાપ્ત કરી હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીની પ્રવેશ માટેની ઉંચી આવશ્યકતાઓને પૂરી કરવામાં નિષ્ફળ રહેતા વંચિત પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને ત્યાં અભ્યાસ કરવાની તક આપવામાં આવશે. વિદ્યાર્થીઓની સંખ્યામાં વિવિધતા લાવવા માટે સખાવતી ક્રિસ્ટિના અને પીટર ડાઉસને £5 મિલિયનના ભંડોળની જાહેરાત કરી છે. જેથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.