ફ્રાંસમાં 2024માં યોજાનારી પેરિસ ઓલિપિક્સ વખતે લાલ ફ્રીજીયન કેપનો ‘ઓલિમ્પિક માસ્કોટ’ તરીકે ઉપયોગ તથા માસ્કોટ ચીનમાં બનાવવાના મુદ્દે ચોમેર નારાજગી પ્રવર્તી રહી છે. પેરિસ ઓલિમ્પિક કમિટીના કહેવા પ્રમાણે આઠ ટકા માસ્કોટ ફ્રાંસના બે ટોયઝ ઉત્પાદકો દ્વારા ચીની રોમટિરિયલના ઉપયોગ સાથે બનાવાશે, બાકીનું ઉત્પાદન ચીનમાં જ કરાશે.
ફ્રીજીસ નામે ઓળખાતું લાલ ભરાવદાર ત્રિકોણ ફ્રાંસની ક્રાંતિ સ્મૃતિરૂપે ગણવામાં આવે છે. રાજાશાહીના વિરોધ વખતે આવી કેપ પહેરવામાં આવતી હતી. સ્થાનિક વેપાર સંગઠ્ઠનોએ લાખો માસ્કોટ ઘરઆંગણે બનાવવા ઘણો સમય અને સામગ્રી હોવા છતાં ચીનને આ કામગીરી સોંપાવાથી ફ્રાંસની કંપનીઓનું અપમાન થયાની લાગણી દર્શાવી છે. પર્યાવરણ ચળવળવાદીઓએ માસ્કોટ સાથે ફ્રાંસ આવનારા જહાજોથી પર્યાવરણની સમસ્યા સર્જાવાની ચિંતા દર્શાવી હતી.