(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

કોરોના મહામારીની બીજી લહેરને કારણે મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉનને કારણે બોલીવૂડમાં તમામ કામ ખોરવાયું હતું. આથી રીલીઝ માટે તૈયાર ફિલ્મોને ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચીને નફો મેળવવાનું ફિલ્મકારોનું લક્ષ્ય હતું. સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા ટોચના કલાકારોની ફિલ્મ પણ સીધી જ ઓટીટી પર રિલીઝ થઇ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૈફ અલી ખાન અને અર્જુન કપૂરની નવી ફિલ્મ ભૂત પોલીસને પણ ડિઝની પ્લસ હોટસ્ટાર સાથે ડીલ થઇ છે. આ વાતચીત લાંબા સમયથી ચાલુ હતી જેના પર હવે નિર્ણય લેવાયો છે અને તે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

સૂત્રો કહે છે કે, આ ફિલ્મની ઓટીટી ડીલ થઇ ગઇ છે. ફિલ્મના સેટેલાઇટ અને ડિજીટલ રાઇટસ અંદાજે રૂ. 65 કરોડમાં ખરીદી લીધા છે. આ ફિલ્મના નિર્માણમાં અંદાજે રૂ. 40 કરોડનો ખર્ચ થયો હતો. જો આ વાત સાચી હોય તો નિર્માતાને લગભગ રૂ. 25 કરોડનો ફાયદો થયો છે. ફિલ્મ સંબંધિત થોડા રાઇટ્સ હજુ ખરીદવાના બાકી છે જેનાથી તેનો નફો વધશે. આ ફિલ્મમાં સૈફઅલી ખાન, અર્જુન કપૂર, જેકલિન ફર્નાન્ડિઝ અને યામી ગૌતમ જોવા મળશે.