આ વર્ષની શરૂઆતમાં ઇસ્ટ લંડનના ન્યુહામમાંથી મળી આવેલ નવજાત બાળકી એલ્સા તેના ખુદના માતાપિતા દ્વારા ત્યજી દેવાયેલ ત્રીજું બાળક હોવાનું ઇસ્ટ લંડન ફેમિલી કોર્ટમાં રજૂ કરાયેલ ડીએનએ પરીક્ષણોએ સ્થાપિત કર્યું છે.
“બેબી એલ્સા” પહેલા તેના ખુદના માતા પિતાએ 2017 અને 2019માં એક છોકરો હેરી અને એક છોકરી રોમનને ત્યાજી દીધા હતા. તેઓ એલ્સાની જેમ જ સમાન સંજોગોમાં મળી આવ્યા હતા. મેટ્રોપોલિટન પોલીસ દ્વારા અપીલ કરવા છતાં, તેમના માતાપિતાની ઓળખ થઈ નથી. તે ત્રણે બાળકો શ્યામ વંશના છે.
બન્ને મોટા બાળકોને દત્તક લેવામાં આવ્યા છે અને બેબી એલ્સા પાલક પરિવાર સાથે રહે છે. બેબી એલ્સા ગત જાન્યુઆરીમાં એક ડોગવોકરને સબ-ઝીરો ઠંડીમાં મળી આવી હતી.