Original Shiv Sena under Uddhav: Raut
(ANI Photo)

મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે અસલી શિવસેના અંગેની ઉદ્ધવ ઠાકરે જૂથ અને શિંદ જૂથની દલીલો સાંભળી રહ્યું છે ત્યારે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું કે હાલમાં માત્ર એક જ શિવસેના છે અને તે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની છે તથા તેમને આશા છે કે પક્ષને ચૂંટણી પંચ તરફથી ન્યાય મળશે.

મુંબઈમાં રાઉતે કહ્યું હતું કે સ્વાયત્ત સંસ્થાઓમાં સ્વતંત્રતા અને સ્વાયત્તતા જોવા મળતી નથી, પરંતુ તેમને ચૂંટણીપંચ પર વિશ્વાસ છે. ચૂંટણી પંચ 12 જાન્યુઆરીએ શિવસેનાના બંને જૂથોની પિટિશનની સુનાવણી કરવાનું છે.

શિવસેનાના 56 ધારાસભ્યોમાંથી 39 ધારાસભ્યો 18 શિંદે સાથે જોડાયા છે. શિંદના બળવાથી ગયા જૂનમાં મહા વિકાસ અઘાડી સરકારનું પતન થયું હતું. શિવસેનાના 18માંથી 13 સાંસદો પણ હાલમાં શિંદે જૂથમાં છે.

ગયા જૂનમાં શિવસેના ભાગલા પડ્યા હતા. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના અનુગામી એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથો અસલી શિવસેના તરીકે માન્યતા મેળવવા માટે કાનૂની લડાઈ લડી રહ્યાં છે.

રાઉતે જણાવ્યું હતું કે “માત્ર એક શિવસેના છે, જેની સ્થાપના બાળાસાહેબ ઠાકરેએ કરી છે અને એક જેનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે. આખી શિવસેના તેમની સાથે છે.” તેમણે દાવો કર્યો હતો કે શિવસેનાના સિમ્બોલ પર જીતેલા નેતાઓ પાર્ટી છોડી ગયા છે ત્યારે તેને ભાગલા ન કહી શકાય તેઓ હારી જશે.

LEAVE A REPLY