Why not yet a case of criminal liability in the Morbi disaster?
રવિવાર, 30 ઓક્ટોબર, 2022 ના રોજ મોરબીમાં મચ્છુ નદી પરનો જૂનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો .(PTI Photo)

ગુજરાત હાઇકોર્ટે બુધવારે મોરબી પુલ દુર્ઘટનાના દરેક મૃતકના પરિવારને રૂ.10 લાખ અને ઘાયલ થયેલા લોકોને રૂ.2 લાખનું વચગાળાનું વળતર આપવા ઓરેવા ગ્રૂપને આદેશ આપ્યો હતો. ગયા વર્ષે 30 ઓક્ટોબરે મોરબીનો ઝૂલતો પૂલ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા. આ પૂલનું સંચાલન ઓરેવા ગ્રૂપ કરતું હતું.
હાઇકોર્ટે અત્યાર સુધી સરકારે ચુકવ્યું છે તેટલું વળતર ચુકવવાનો ઓરેવા ગ્રૂપને આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચે ઓરેવા ગ્રુપને વચગાળાના વળતર તરીકે દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 10 લાખ અને અકસ્માતમાં ઘાયલ થયેલા 56માંથી પ્રત્યેકને રૂ. 2 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે કંપનીને અડધી રકમ બે સપ્તાહમાં અને બાકીની રકમ પછીના 15 દિવસમાં ચુકવવાનો આદેશ આપ્યો હતો. કંપનીએ એક મહિનામાં વળતરની સમગ્ર રકમ ચુકવવાની રહેશે. હાઇકોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનામાં આપેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંક્યો હતો. દરમિયાન, કોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે કંપની અકસ્માત પછી અનાથ થયેલા સાત બાળકોની સંભાળ લેશે.

ગુજરાત હાઈકોર્ટે અગાઉ અસરગ્રસ્તોને ચૂકવાતા વળતર અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઓરેવા ગ્રુપે મૃતકના પરિવારજનોને 3.5 લાખનું વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને એડહોક 1 લાખનું વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. હાઈકોર્ટે વળતરની આ રકમને અયોગ્ય ગણી હતી. કોર્ટ મિત્રએ પણ કોર્ટમાં કહ્યું હતું કે, અસરગ્રસ્તોને વધુ વળતર મળવું જોઈએ. હાઈકોર્ટે વળતો સવાલ કરતા પૂછ્યું હતું કે તમને વળતરની રકમ યોગ્ય લાગે છે? સમગ્ર મુદ્દે હાઈકોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે.

LEAVE A REPLY