મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા પ્રખ્યાત ત્ર્યંબકેશ્વર મંદિરમાં શનિવારે મુસ્લિમોએ કથિત રીતે બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મંદિરના સુરક્ષાકર્મીઓની તત્પરતાના કારણે તેઓ સફળ થયા ન હતા. સરકારે મંગળવારે આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાનો આદેશ આપ્યો હતા.
આ પ્રખ્યાત મંદિરમાં હિંદુઓ સિવાય કોઈ પણ ધર્મના લોકોને પ્રવેશની છૂટ નથી. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને કરોડો લોકોનો આસ્થા જોડાયેલી છે. ઘટના બાદ મંદિર સમિતિએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભૂતકાળમાં કેટલાક લોકોના ટોળાએ બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગયા વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ જ કારણ છે કે, સરકારે આ મામલાને ગંભીરતાથી લઈને વિગતવાર તપાસના આદેશ આપ્યા હતો.
There is definately a lot to learn about this issue.
I really like all the points you made.