(ANI Photo)

યુપીના બરેલી જિલ્લામાં ગુરુવારે ચૂંટણીસભા સંબોધતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન ધર્મને આધારે અનામત આપવા બંધારણ બદલવા માગે છે અને તેથી મત માગી રહ્યું છે. બીજી તરફ તેઓ એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોના અનામતના અધિકારો છીનવી લેતા અટકાવવા માટે 400 બેઠકો ઈચ્છે છે. કોંગ્રેસ માત્ર આર્થિક સર્વે જ નહીં, પરંતુ સંસ્થાઓ અને ઓફિસોનો પણ સર્વે કરવા માગે છે.

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન પર પ્રહારો કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દો શહજાદે તુષ્ટિકરણની રાજનીતિ માટે એકજૂથ થયા છે. શું તમે ‘દો લડકોં કી ફ્લોપ જોડી’ પાસેથી વિકાસની અપેક્ષા રાખી શકો?”દો શહજાદે એક સાથે આવવાનું સૌથી મોટું કારણ તુષ્ટિકરણની રાજનીતિ છે. મોદીએ શાહજહાંપુર અને નજીકના લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં રેલીને સંબોધી હતી.

LEAVE A REPLY