(ANI Photo)

આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ વિરોધી મોરચો બનાવવા માટે 17 વિરોધ પક્ષોના ટોચના નેતાઓની 23 જૂનમાં પટણામાં બેઠક પછી બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે જણાવ્યું હતું કે તમામ પક્ષો એકસાથે ચૂંટણી લડવા માટે સંમત થયા છે, પરંતુ વિગતોને આખરી ઓપ આપવા માટે આવતા મહિને હિમાચલ પ્રદેશના શિમલામાં વધુ એક બેઠક યોજાશે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન અને ડીએમકેના વડા એમકે સ્ટાલિન સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ગેરહાજર રહ્યાં હતા, જોકે નીતિશકુમારે કુમારે દાવો કર્યો હતો કે તેઓ તેમની ફ્લાઇટ પકડવાની ઉતાવળ હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હોવાનું માનવામાં આવે છે.

આ બેઠકમાં વિપક્ષના છ મુખ્યપ્રધાનો સહિત 15 પક્ષોના નેતાઓ તેમાં ભાગ લીધો હતો. જોકે વિપક્ષ હાલમાં પીએમના ઉમેદવારના ચહેરાનો જટિલ મુદ્દાને ટાળ્યો હતો અને અને એક સહિયારી ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં બીએસપી સુપ્રીમો માયાવતીને આમંત્રણ અપાયું ન હતું તથા રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરી પારિવારિક કાર્યક્રમને કારણે મહાબેઠકમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી (TMC), દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન (AAP), તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન (DMK), ઝારખંડના સીએમ હેમંત સોરેન (JMM), સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (શિવસેના-યુબીટી), અને એનસીપી સુપ્રીમો શરદ પવાર હાજર રહ્યાં હતા

પટણા બેઠક પહેલા માયાવતીના વિપક્ષ પર પ્રહારો

પટણામાં મહાબેઠકમાં હાજર રહેવાની તૈયારી કરેલા વિરોધ પક્ષો પર પ્રહાર કરતાં બીએસપી સુપ્રીમો માયાવતીએ જણાવ્યું હતું કે “દિલ મિલે ના મિલે, હાથ મિલાતે રહીયે” યુપીની 80 લોકસભા બેઠકો ચૂંટણીમાં સફળતા માટે ચાવીરુપ છે, પરંતુ વિપક્ષના વલણ પરથી લાગે છે કે તેઓ યુપી માટે ગંભીર નથી. યોગ્ય પ્રાથમિકતાઓ વિના શું લોકસભા ચૂંટણીની તૈયારીઓ ખરેખર જરૂરી પરિવર્તન લાવશે? દેશમાં બહુજનની સ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષો બી આર આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા માનવતાવાદી, સમાનતાવાદી બંધારણનો અમલ કરવામાં સક્ષમ નથી. આવા સંજોગોમાં પટણાની બેઠક હૃદયને જોડવા કરતાં હાથ મિલાવવા વિશે વધુ છે.

LEAVE A REPLY