બેસ્ટ ફિલ્મ એડિટિંગ માટે જેનિફર લેમ, ઓરિજિનલ સ્કોર લુડવિગ ગોરાન્સન અને શ્રેષ્ઠ અભિનેતાના ઓસ્કાર સાથે સીલિયન મર્ફી,REUTERS/Mario Anzuoni

લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં સોમવાર, 10 માર્ચે યોજાયેલા 96મા ઓસ્કર એવોર્ડ સમારંભમાં સાત એવોર્ડ જીતીને ઓપનહાઇમર છવાઈ હતી. આ ફિલ્મને કુલ 13 ઓસ્કાર માટે નોમિનેટ કરાઈ હતી. તેને શ્રેષ્ઠ પિક્ચર, ક્રિસ્ટોફર નોલાન માટે શ્રેષ્ઠ દિગ્દર્શક, સિલિયન મર્ફી માટે શ્રેષ્ઠ અભિનેતા અને રોબર્ટ ડાઉની જુનિયર માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મે શ્રેષ્ઠ ઓરિજિનલ સ્કોર અને કેટલાક ટેકનિકલ પુરસ્કારો પણ જીત્યા હતાં.

કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન સ્ટાર લિલી ગ્લેડસ્ટોનને નિરાશા મળી હતી. શ્રેષ્ઠ અભિનેત્રીનો  પુરસ્કાર એમ્મા સ્ટોન પુઅર થિંગ્સ માટે મળ્યો હતો. આ ફિલ્મને અન્ય ત્રણ ઓસ્કાર પણ મળ્યાં હતા.

એનાટોમી ઓફ અ ફોલ અને અમેરિકન ફિક્શનને અનુક્રમે બેસ્ટ ઓરિજિનલ અને બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લેનો એવોર્ડ મળ્યો હતો. બિલી ઈલિશ અને ફિનીઆસ ઓ’કોનેલે ‘વોટ વોઝ આઈ મેડ ફોર’ માટે બેસ્ટ ઓરિજિનલ ગીતનો એવોર્ડ જીત્યો હતો. ફિલ્મ બાર્બી આઠ ઓસ્કર માટે નોમિનેટ કરાઈ હતી, પરંતુ આ એક માત્ર એવોર્ડ મળ્યો હતો.

ભારતની સત્તાવાર એન્ટ્રી મલયાલમ ફિલ્મ 2018: એવરીવન ઈઝ એ હીરો હતી, પરંતુ શોર્ટલિસ્ટ સ્ટેજ પર નોમિનેશન રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ભારતમાં નિર્માણ પામેલી ટુ કિલ અ ટાઈગર બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર માટે સ્પર્ધા કરી હતી. જોકે આ એવોર્ડ  20 ડેઝ ઇન મારીયાપોલને મળ્યો હતો.

 

ઓસ્કાર્સ વિજેતાની યાદી

શ્રેષ્ઠ પિક્ચર: ઓપનહાઇમર

શ્રેષ્ઠ દિગ્દર્શકઃ ક્રિસ્ટોફર નોલાન (ઓપનહાઇમર

શ્રેષ્ઠ અભિનેત્રીઃ એમ્મા સ્ટોન (પુઅર થિંગ્સ)

બેસ્ટ એક્ટરઃ સીલિયન મર્ફી (ઓપનહાઇમર)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી:  ડા’વાઈન જોય રેન્ડોલ્ફ (ધ હોલ્ડવર્સ)

શ્રેષ્ઠ સહાયક અભિનેતા: રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહાઇમર)

બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ જસ્ટિન ટ્રાયટ અને આર્થર હરારી (એનાટોમી ઑફ અ ફૉલ)

શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે: કોર્ડ જેફરસન, (અમેરિકન ફિક્શન)

શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ફીચર: ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ (યુકે)

શ્રેષ્ઠ એનિમેટેડ ફીચરઃ ધ બોય એન્ડ ધ હેરોન

શ્રેષ્ઠ ઓરિજનલ ગીત: બિલી ઇલિશ અને ફિનિઆસ ઓ’કોનેલ (વોટ વોઝ આઈ મેડ ફોર? બાર્બી)

શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર: 20 ડેઝ ઇન મારીયાપોલ

શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટઃ ધ લાસ્ટ રિપેર શોપ

શ્રેષ્ઠ સાઉન્ડ: ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ

શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન: પુઅર્સ થીંગ્સ

શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગઃ ઓપનહાઇમર

શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન: પુઅર્સ થીંગ્સ

શ્રેષ્ઠ હેર એન્ડ મેકઅપ: પુઅર્સ થીંગ્સ

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: ઓપનહાઇમર

 

LEAVE A REPLY