ઓપનએઆઈના સીઇઓ સેમ ઓલ્ટમેન શુક્રવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. (ANI Photo)

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રણી કંપની અને ChatGPTની નિર્માતા ઓપનએઆઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સેમ ઓલ્ટમેન નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં તથા વૈશ્વિક નિયમનની જરૂરિયાત સહિત AIના વિવિધ પાસાઓ પર ચર્ચાવિચારણા કરી હતી.

ભારત ઉપરાંત, ઓલ્ટમેન આ અઠવાડિયે ઈઝરાયેલ, જોર્ડન, કતાર, UAE અને દક્ષિણ કોરિયા સહિત છ દેશોના પ્રવાસ પર છે. ઓલ્ટમેનને મળ્યા પછી એક ટ્વીટમાં મોદીએ લખ્યું હતું કે ભારતના ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં AIની સંભવિતતા વિશાળ છે.અમે અમારા નાગરિકોને સશક્ત બનાવવા માટે અમારા ડિજિટલ પરિવર્તનને વેગ આપી શકે તેવા તમામ સહયોગનું સ્વાગત કરીએ છીએ.

આઈઆઈઆઈટી દિલ્હીમાં એક સત્ર દરમિયાન ઓલ્ટમેને કહ્યું કે તેઓએ ભારત સમક્ષની ભાવિ તકો તકો અને એઆઈમાં દેશે શું કરવું જોઈએ તે ચર્ચાવિચારણા કરી હતી. અમે વૈશ્વિક નિયમનની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી. કંપની હાલમાં સ્વનિયમન કરી રહી છે.

ભારત માટેની તેમની યોજના અંગે ઓલ્ટમેને કહ્યું કે તેઓ ભારતમાં સૌથી પહેલું કામ સ્ટાર્ટઅપ્સને ફંડ આપવાનું કરશે. અમે ભારતીય સ્ટાર્ટઅપ્સની ગુણવત્તા માટે હંમેશા આશ્ચર્યચકિત અને ખૂબ આભારી છીએ. તેઓ ભારતમાં કેટલાક સ્ટાર્ટઅપ્સના વડાંને મળ્યાં હતાં.

 

 

 

 

LEAVE A REPLY