Om Crematorium
Aum-Crematorium-Open-Day

નોર્થ વેસ્ટ લંડનમાં ડેનહામ સ્થિત અનૂપમ મિશન ખાતે ઓમ ક્રિમેટોરિયમના “ઓપન ફોરમ બ્રીફિંગ એન્ડ કન્સલ્ટેશન મીટિંગ ઓફ ધ ઓમ ક્રિમેટોરિયમ પ્રોજેક્ટ”ના પ્રથમ દિવસે જ કુલ £1.2 મિલિયનના દાનની જાહેરાત કરવામાં આવી હતી.

ગુરૂહરિ પૂ. સાહેબજીએ ભંડોળ ઊભુ કરવાની પહેલ “ડોનેટ અ બ્રિક” સાથે ઓમ ક્રિમેટોરિયમ પ્રોજેક્ટ માટે સમર્પિત વેબસાઇટ શરૂ કરી હતી.

આ પ્રસંગે પૂજ્ય સાહેબજી દ્વારા અનુપમ મિશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ સતીષ ચતવાણી, ક્રિમેટોરિયમ માટે પ્રેરણા આપનાર લોર્ડ ડોલર પોપટ, અપીલમાં મદદરૂપ થનાર લોર્ડ જિતેશ ગઢિયા તથા બોબ બ્લેકમેન, એમપી, પ્રમોદ ઠક્કર, સંજયભાઇ જગતિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. પૂ. સાહેબજીએ જાહેરાત કરી હતી કે તેઓ 12 થી 18 મહિનામાં આ ક્રિમેટોરિયમ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે.

આ ઉપરાંત ભંડોળ ઊભુ કરવાની પહેલ “સ્પોન્સર અ ટ્રી”, જે મહારાણીની ગ્રીન કેનોપી પહેલ સાથે સુસંગત હશે તે દ્વારા 1008 વૃક્ષો ઓમ ક્રિમેટોરિયમ, ડેનહામ, અક્સબ્રિજના સ્થાનિક વિસ્તારોમાં વાવવામાં આવશે.

ઓમ ક્રિમેટોરિયમ યુકેમાં સૌ પ્રથમ હિન્દુ, જૈન અને શીખ સમુદાય માટેનું મલ્ટિ-મિલિયન પાઉન્ડનું  અત્યાધુનિક અને સમર્પિત ક્રિમેટોરિયમ બનનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અનુપમ મિશન યુ.કે દ્વારા ક્રિમેટોરિયમના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન રવિવાર 14મી ઓગસ્ટથી શનિવાર તા. 20મી ઓગસ્ટ દરમિયાન રોજ સાંજે 4થી 7 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. ત્યારબાદ મહાપ્રસાદનો લાભ મળશે. વધુ વિગતો માટે અને પોથી માટે સંપર્ક: પૂજ્ય હિમત સ્વામી: +44) 7940 937375 અને ઈમેલ [email protected]