ટેકનોલોજી કંપનીઓમાં મોટા પાયે છટણી ચાલુ રહી છે. આ ખરાબ સ્થિતિમાં ઓનનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ શુક્રવારે પડકારજનક આર્થિક પરિસ્થિતિઓને ટાંકીને “પુનઃરચના કવાયત”ના ભાગ રૂપે 380 કર્મચારીઓને છૂટા કર્યા છે. તેના CEO શ્રીહર્ષ મેજેટીએ જણાવ્યું હતું કે વધુ પડતી ભરતી એક ખરાબ નિર્ણય હતો. આ નિર્ણય અમે વધુ સારો કરી શક્યા હોત.
અગાઉ એમેઝોન, ગૂગલ જેવી વૈશ્વિક કંપનીઓ પણ મોટાપાયે છટણીની જાહેરાત કરી ચુકી છે. કંપની ટૂંક સમયમાં તેના મીટ માર્કેટપ્લેસને પણ બંધ કરશે. કંપનીના સહ-સ્થાપક અને સીઇઓ મજેટીએ અસરગ્રસ્ત કર્મચારીઓને માફી માગીને જણાવ્યું હતું કે તમામ ઉપલબ્ધ વિકલ્પોની ચકાસણી કર્યા પછી ખૂબ જ મુશ્કેલ નિર્ણય કર્યો છે. જોકે સ્વિગી ઇન્સ્ટામાર્ટ દ્વારા મીટ ડિલિવરી ઓફર કરવાનું ચાલુ રાખશે અને અન્ય તમામ નવા વર્ટિકલ્સમાં રોકાણ કરશે.