Bhupendra Patel
(PTI Photo)

ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારને મંગળવાર, 13 સપ્ટેમ્બરે એક વર્ષ પૂરું થયું હતું. આ પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સરકારે ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ થીમના આધારે ઉજવણી કરી હતી અને વિશેષ કાર્યક્રમ રાખ્યો હતો.

આ પ્રસંગે મુખ્યપ્રધાને રાજ્યમાં રૂ. 10 હજાર કરોડના કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા હતા. ગાંઘીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગૃહપ્રધાત અમિત શાહ ડીજીટલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંપ્રધાન પોતાના સંબોધનમાં તાજેતરમાં લાગુ કરવામાં આવેલી યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે ડ્રોન તાલીમ કેન્દ્ર , સેમીકંડકટર પોલીસી, પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડ, નલ સે જલ યોજના, નવી આઈટી પોલીસી, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી 2.0, નવી બાયોટેકનોલોજી પોલીસી, સિનેમેટિક ટુરીઝમ પોલીસી અંગેની માહિતી આપી હતી. ભૂપેન્દ્ર પટેલે છેલ્લા 20 વર્ષના ભાજપના શાસનકાલ દરમિયાન થયેલા વિકાસનો ચિતાર આપ્યો હતો.

આ સાથે જ વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના વિવિધ વિભાગોએ રૂ.394 કરોડના 209 વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે ગુજરાતની ભાજપ સરકારનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલે મુખ્યપ્રધાન તરીકે જાહેર થયા ત્યારે તેમની સામે મીડિયા દ્વારા સવાલ ઊભા કરાયા હતા, પરંતુ તેમણે સાબિત કર્યું છે કે બોલ્યા વગર પણ કામગીરી કરી શકાય છે. ગુજરાતમાં હવે કાયદો વ્યવસ્થા ખૂબ મજબૂત બની છે તેમજ ગુજરાત સરકારે સૌથી વધુ નશાનો કારોબાર ઝડપ્યો છે, જે માટે હું અભિનંદન આપું છું.

LEAVE A REPLY