ટોરોન્ટોના મેઇન એરપોર્ટ પર કરોડો ડોલરની કેશ અને સોનાની ચોરીના ચકચારી કેસમાં કેનેડાના સત્તાવાળાએ વધુ એક ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ કરી હતી. દેશના ઇતિહાસની આ સૌથી મોટી ચોરીમાં આશરે એક મહિના પહેલા પાંચ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.

ચોરીની ઘટના 17 એપ્રિલ, 2023ના રોજ બની હતી. તે સમયે ટોરોન્ટોના મુખ્ય એરપોર્ટ પરથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને 22 મિલિયન કેનેડિયન ડોલરથી વધુ મૂલ્યના ગોલ્ડ બાર્સ અને વિદેશી ચલણ વહન કરતા એક એર કાર્ગો કન્ટેનર સ્ટોરેજ ફેસિલિટીમાં ચોરી લેવામાં આવ્યું હતું. આ સોનું અને ચલણ એર કેનેડાની ફ્લાઈટમાં સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિકથી ટોરોન્ટોના પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યું હતું. ફ્લાઇટના લેન્ડિંગના થોડા સમય પછી કાર્ગો કન્ટેનર ઉતારમાં આવ્યું હતું અને એરપોર્ટની માલિકીના એક અલગ સ્થાન પર લઈ જવામાં આવ્યું હતું. એક દિવસ પછી આ આખુ કાર્ગો કન્ટેનર ગુમ થયું હતું.

કેનેડા પોલીસના જણાવ્યા અનુસાર 6 મે, 2024ના રોજ તપાસકર્તાઓએ ટોરોન્ટોના એરપોર્ટ પર અર્ચિત ગ્રોવરની ધરપકડ કરી હતી. તે ભારતથી કેનેડા આવ્યો હતો. પોલીસે અગાઉ તેની ધરપકડ માટે વોરંટ જારી કર્યું હતું.

ગયા મહિને 54 વર્ષના પરમપાલ સિદ્ધુ અને 40 વર્ષના અમિત જલોટા નામના ભારતીય મૂળના બે વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. બંને ઓન્ટારિયોના રહેવાસી છે. પોલીસ આ ઉપરાંત અમ્મદ ચૌધરી, અલી રઝા, અને પ્રસથ પરમાલિંગમની પણ ધરપકડ હતી.

LEAVE A REPLY