વન જૈન યુકે દ્વારા જૈન હેલ્થ ઈનિશિએટિવ અંતર્ગત તા. ૯મી મેના રોજ સાંજે ૮ વાગે ડાયાબિટીસ ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારમાં ડાયાબિટીસના ઉપચાર અને તેને કેવી રીતે રોકી શકાય તેની તબીબી નિષ્ણાતોની પેનલ દ્વારા જાણકારી આપવામાં આવશે તેમજ પ્રશ્નો પૂછવાની તક પણ મળશે.
યુકેમાં 4.8 મિલિયનથી વધુ લોકોને ડાયાબિટીસ છે અને કોવિડ રોગચાળાના કારણે ઘણા લોકો તેમની વાર્ષિક એપોઇન્ટમેન્ટ ચૂકી ગયા છે. ડાયાબિટીસની લાંબે ગાળે શરીર પર ઘણી અસર પડે છે અને તાકિદનું નિદાન અને સારવાર એને વધતા રોકી શકે છે. દર અઠવાડિયે 500 લોકો ડાયાબિટિસની આ અસરના કારણે અકાળે મૃત્યુ પામે છે અને તે હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડનીની સમસ્યાઓનું જોખમ વધારે છે.
આ વેબિનાર ONEJAIN UK YOUTUBE channel ઊપર અથવા વેબસાઇટ www.onejainuk.org/health ઉપેર પણ જોઈ શકાશે.