Alia bought a flat for 38 crores
(ANI Photo)

બોલિવૂડની ચૂલબૂલી યુવા અભિનેત્રી આલિયા ભટ્ટ સ્માર્ટ ઈન્વેસ્ટર સાબત થઈ રહી છે. ફિલ્મો અને જાહેરાતો દ્વારા મળેલી આવકનું તે રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ કરી રહી છે. કહેવાય છે કે, આલિયાએ તાજેતરમાં મુંબઈના બાંદ્રા ખાતે રૂ. 38 કરોડનું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ સાથે તેની બહેન શાહિન ભટ્ટને પણ રૂ. 7.68 કરોડના બે ફ્લેટ ભેટમાં આપ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આલિયાએ એપ્રિલ મહિનામાં બાંદ્રામાં જ ત્રણ મકાન ખરીદ્યા છે. આલિયાએ બાંદ્રા વેસ્ટમાં 2, 497 ચોરસ ફૂટનું એપાર્ટમેન્ટ રૂ. 37.80 કરોડમાં ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટ તેણે પ્રોડક્શન હાઉસ ઈટર્નલ સનશાઈન પ્રોડક્શન પ્રા.લિ. પાસેથી ખરીદ્યું છે. પાલી હિલની હાઉસિંગ સોસાયટીમાં ખરીદેલા આ એપાર્ટમેન્ટ માટે આલિયાએ 10 એપ્રિલે રૂ. 2.26 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી છે. શાહિન માટે ખરીદેલા બંને ફ્લેટ જુહુ વિસ્તારમાં આવેલા છે અને તેના માટે આલિયાએ 10 એપ્રિલે રૂ. 30.75 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરી છે. આલિયા અત્યારે પતિ રણબીર કપૂર ખાતે પાલી હિલ વિસ્તારમાં રહે છે. લગ્ન બાદની પાર્ટી પણ તેમણે અહીંયા જ રાખી હતી. થોડા સમય અગાઉ આલિયા અને રણબીર ક્રિશ્ના રાજ બંગલોની મુલાકાતે ગયા હતા, જ્યાં આઠ માળનું ભવ્ય મકાન બની રહ્યું છે.

LEAVE A REPLY