ભારતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે 4થી 6 એપ્રિલે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ આવવાની ધારણા છે. રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં ફરી એક વાર કમોસમી લાવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં વરસાદ આવી શકે છે. ગુરુવારે અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં વરસાદની આગાહી છે. જ્યારે શુક્રવારે ભરુચ, સુરત, નર્મદા અને તાપીના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
આ સિસ્ટમના કારણે મહત્તમ તાપમાન સામાન્ય કરતા 37 સેલ્સિયન નીચુ રહ્યું હતું. સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું રહ્યું હતું. સોમવારે રાજકોટમાં 37 સેલ્સિયસ અને સુરેન્દ્રનગરમાં 38 સેલ્સિયસ કરતા અમદાવાદમાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયુ હતું. લઘુત્તમ તાપમાન 23.1 સેલ્સિયસ સાથે 1.1 ડિગ્રી સામાન્ય કરતા વધારે નોંધાયુ હતું. આગાહી મુજબ, બુધવારથી મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થાય એવી શક્યતા છે.